સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ શરૂઆતી સત્રમાં પોઝિટિવ ટ્રેન્ડ દેખાડ્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 39,378.93 સુધી ઉપર ઉઠ્યો હતો જ્યારે નિફ્ટીએ 11,615.30 સુધી મજબૂત સ્થિતિને સ્પર્શ્યો હતો. સેન્સેક્સ 0.98 અને નિફ્ટીમાં 0.92 ટકા સુધીની મજબૂતીના વધારાને દર્શાવ્યો હતો.

પ્રારંભિક કારોબારમાં બજારની સ્થિતિ (સવારે ૧૦.૪૫ )
સેન્સેક્સ 39,354.01 +380.31 (0.98%)
નિફટી 11,609.00 +105.65 (0.92%)

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં શેરોમાં મજબૂતી જોવામાં આવી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ અને નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં વધારો દેખાઈ રહ્યોછે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પણ મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ 380 અંક એટલે કે 0.૯૮ ટકાના વધારાની સાથે 39,354.01 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 101.40 અંક એટલે કે 0.92 ટકા ઉછળીને 11609 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, રિયલ્ટી, ફાર્મા અને આઈટી શેરોમાં શરૂઆતમાં 0.11-1.92 ટકા ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.83 ટકા મજબૂતીની સાથે 22,781.30 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here