સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે ભાજપે ચૂંટણીમાં ભગવો લહેરાવવા ખાસ તૈયારીઓ કરી છે. ભાજપ હવે મંડળ સ્તરે 1 લાખ જેટલી બેઠકો યોજી જનાધાર વધારવાની કવાયત કરશે.

સહકારી ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. ભાજપ તેના માઈક્રો પ્લાનિંગ માટે જાણીતી છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભગવો લહેરાવવા ખાસ રણનીતિ અપનાવી છે. જે અંતર્ગત ભાજપ રાજ્યભરમાં 1 લાખથી વધુ બેઠકો યોજી જનાધાર વધારશે. પ્રથમ એક મહિનામાં આઇટી, સોશિયલ મીડિયાના 41 જિલ્લા મહાનગરમાં મંડળ સ્તરે 579 વર્કશોપ યોજાશે. જેમાં સરકારની યોજના અને કરેલા કામોની માહિતી આપવામાં આવશે. જે બાદ 16 થી 26 જાન્યુઆરી સુધી તમામ મોરચા દરેક બુથ પર જઇને બે-બે બેઠક યોજશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here