વર્તમાન સમયમાં સ્માર્ટફોન લોન્ચ કરવાની હોડ લાગી ગઈ છે. વર્ષના પ્રથમ મહીનામાં દરરોજ તમામ મોટી ફોન નિર્માતા કંપનીઓ પોતાના એકથી વધીને એક સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આ કડીમાં આજે ચીની મોબાઈલ કંપની રીયલમીએ પોતાનું Realme V15 5G સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. તો ચાલો જાણીએ આ નવા સ્માર્ટફોનના ફીચર્સ અને કિંમત…

50W ફાસ્ટ ચાર્જિંગ

માહિતી પ્રમાણે Realme V15 5G ને આજે લોન્ચ કરી દેવામાં આવ્યુ છે. પહેલા અંદાજ લગાવવામાં આવી રહ્યા હતા કે, તેને Realme Koi ના નામથી લોન્ચ કરવામાં આવશે. માહિતી પ્રમાણે આ નવા ફોનમાં MediaTekDimensity 800U ચિપસેટ, 50W ફાસ્ટ ચાર્જિંગ, 64 મેગાપિક્સલ ટ્રિપલ રિયર કેમરા સેટઅપ જેવા ફીચર્સની સાથે પેશ કરવામાં આવ્યું છે.

મિડ રેંડ 5G સ્માર્ટફોન છે Realme V15 5G

રિયલમીએ હાજર 5G સ્માર્ટફોન્સની વચ્ચે ખૂબ સમજદારીથી કિંમત નક્કી કરી છે. Realme V15 5G ને ચીનમાં 1,499 CNY (લગભગ 17 હજાર રૂપિયા)ની શરૂઆતી કિંમતમાં લોન્ચ કર્યો છે. આ કિંમત આ સ્માર્ટફોનના 6GB RAM અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની છે. લોન્ચ ઓફર હેઠળ કંપની પ્રથમ સેલમાં આ વેરિએન્ટને 1,399 CNY (લગભગ 15,800 રૂપિયા) માં વેચશે.

ગ્રેડિએન્ટ કલર ફિનિશની સાથે લોન્ચ કરવામાં આવ્યો

તો Realme V15 5G સ્માર્ટફોનનું બીજુ વેરિએન્ટ 8GB રેમ + 128GB સ્ટોરેજની સાથે 1,999 CNY (લગભગ 22,600 રૂપિયા)ની કિંમતમાં લોન્ચ કર્યો છે. Realme નો આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શન- સિલ્વર બ્લૂ, અને ગ્રેડિએન્ટ કલર ફિનિશની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. Realme V15 5G સ્માર્ટફોનની પ્રથમ સેલ 14 જાન્યુઆરીથી શરૂ થવાની આશા છે.

Realme V15 5G specifications

  • Realme V15 સ્માર્ટફોનમાં 6.4 ઈંચની Super AMOLED ડિસ્પ્લે આપી છે. આ ડિસ્પ્લેનું ટચ સૈંપ્લિંગ રેટ 180HZ છે. ફોનના ડિસ્પ્લેમાં સેલ્ફી કેમરા માટે પંચ હોલ ડિસ્પ્લે આપી છે. Realme V15 5G સ્માર્ટફોનને MediaTek Dimensity 800U ચિપસેટની સાથે લોન્ચ કર્યો છે. જે 5G મોડેમની સાથે આવે છે.
  • Realme V15 સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમરા સેટએપ આપવામાં આવ્યું છે. Realme V15 નો પ્રાઈમેરી કેમરા 64 મેગાપિક્સલ છે. તે સાથે રિયલમીએ 8 મેગાપિક્સલનો વાઈડ એંગલ લેંસ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેંસ આપવામાં આવ્યો છે. Realme V15 સ્માર્ટફોનમાં વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે 16 મેગાપિક્સલનું કેમરા સેંસર આપ્યુ છે.
  • Realme નો આ સ્માર્ટફોન 4K વીડિયો રેકોર્ડિંગ, UIS Max (અલ્ટ્રા ઈમેજ સ્ટેબલાઈજેશન) અને 120 ફ્રેમ પર સેકન્ડ પર 1080p સ્લો મોશન વીડિયો રેકોર્ડ કરે છે. Realme નો આ સ્માર્ટફોન 4,310Ah ની બેટરીની સાથે આવે છે જે 50W ફાસ્ટ ચાર્જ સપોર્ટ કરે છે. રિયલમીનો દાવો છે કે, આ ફોન માત્ર 18 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here