ગર્ભવતી હોવું એ દરેક મહિલા માટે સૌથી મોટી ખુશીની વાત હોય છે. પરંતુ જ્યારે તે વિચારે છે કે તે અત્યારે બાળક માટે તૈયાર નથી તો આ ખુશી દુઃખમાં બદલાઈ જાય છે. અનિચ્છનીય ગર્ભને દૂર કરવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંની એક રીત ગર્ભપાતની ગોળીઓ લેવાનો છે. મહિલાઓ ડોક્ટની સલાહ લીધા વગર અબોર્શન પિલ્સ લઈ લે છે. પરંતુ પછી તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચે છે. આ પિલ્સ લેવાને કારણે ભવિષ્યમાં ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી સર્જાય છે અને સાથે તે અન્ય રોગો થવાનું કારણ પણ બને છે. ગર્ભપાતની ગોળીઓ લેવાથી અનેક આડઅસરો થાય છે. ચાલો જાણીએ.

એબોર્શન પિલ્સ લેતી મહિલાઓ માટે કામની વાત

આ પિલ્સની ગંભીર આડઅસરો વિશે એકવાર જાણો

આના કારણે ફરી ગર્ભ ધારણ કરવામાં સમસ્યા ઊભી થઈ શકે છે

આટલું ધ્યાન રાખો

જો તમને ભૂલથી ગર્ભ રહી ગયો છે તો ગર્ભપાતની દવા લેતા પહેલાં તમારે ડોક્ટરનો સંપર્ક ચોક્કસ કરવો જોઇએ.

પરંતુ આ પહેલાં અલ્ટ્રાસાઉન્ડ કરાવીને જાણી લોકો કે તમે આ ગોળીઓ લઈ શકો છો કે નહીં. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પિલ્સ તમે છેલ્લે જ્યારે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેના 49 દિવસોની અંદર એટલે કે ગ્ભાવસ્થાનાં 9મા અઠવાડિયાં સુધીમાં લઈ લેવી જોઇએ. સામાન્ય રીતે અબોર્શનની બે ગોળીઓ લેવાની હોય છે. પહેલી દવા અને બીજી દવા વચ્ચે કેટલું અંતર રાખવું છે તે તમને ડોક્ટર જણાવે છે.

નુકસાન

જો દવા પ્રેગ્નન્સીના પહેલાં 2 અઠવાડિયાંની અંદર અને યોગ્ય રીતે લેવામાં આવે તો આ 95% થી 97% સુધી કામ કરે છે. જો તે યોગ્ય સમય પૂરો થાય એ પછી લેવામાં આવે તો એનીમિયા, હૃદય રોગ અને અનિયંત્રિત મગજની સમસ્યા થઈ શકે છે.

ફર્ટિલિટી પર અસર

અબોર્શનની દવાઓનો વધુ ઉપયોગ કરવાથી શરીરમાં બની રહેલા પ્રેગ્નન્સી હોર્મોન પ્રોજેસ્ટેરોન અસરગ્રસ્ત થાય છે. આ કારણથી મહિલાઓની પ્રજનન ક્ષમતા પર પણ અસર પડે છે અને મહિલાને ફરી માતા બનવામાં સમસ્યા ઊભી થાય છે.

સંપૂર્ણ રીતે ગર્ભપાત ન થવો

ઘણીવાર ગોળીઓ લેવાથી ભ્રૂણ સંપૂર્ણ રીતે ગર્ભાશયની બહાર નીકળી શકતું નથી અને તેના કેટલાક અવશેષો અંદર રહી જાય છે. એવામાં તરત જ સર્જરી કરવાની જરૂર પડી શકે છે. તેથી સારું એ રહેશે કે તમે આ પિલ્સ લેતા પહેલાં ડોક્ટરની સલાહ લો.

બ્લીડિંગ

આ પિલ્સ માત્ર 50 દિવસની અંદર લઈ લેવી જોઇએ. પરંતુ લોકો જાણકારી મેળવ્યા વગર તેને ત્રણ-ચાર મહિના પછી પણ લે છે. તેના કારણે બહુ વધારે માત્રામાં બ્લીડિંગ થવા લાગે છે અને ઈન્ફેક્શન થવાનું જોખમ પણ વધી જાય છે. આ દવાઓ ખાવાથી ઊલટી થઈ શકે છે. આ ઉપરાંત, તેના કારણે ક્યારેક પેટમાં ગરબડ અને ઝાડાની સમસ્યા પણ થઈ શકે છે.

નબળાઈ

આ ગોળીઓ એટલી મજબૂત હોય છે કે તેનાથી શરીરમાં નબળાઈ, માથાનો દુખાવો અને ચક્કર આવવા લાગે છે. આ સિવાય ક્યારેક તાવ પણ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here