આંધ્રપ્રદેશ પોલીસ (Andhra Pradesh Police) એ રવિવારના રોજ ટ્વિટર પર એક તસવીર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. એક પિતા પોતાની ઓફિસર દીકરીને સેલ્યુટ કરી રહ્યા છે. આ સુંદર દ્રશ્ય આંધ્રપ્રદેશના ફર્સ્ટ ડ્યૂટી મીટ કાર્યક્રમ (First Duty Meet)માં જોવા મળ્યું. સીઆઈ પિતાએ પોતાની DSP દીકરીને સેલ્યુટ કર્યું (Cop Salutes DSP Daughter) તો લોકો ભાવુક થઇ ગયા. આઇપીએસ ઓફિસરે પણ તેને પ્રેમ અને ગર્વની પળ ગણાવી. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આયોજીત એક કાર્યક્રમ દરમ્યાન સર્કલ ઇંસ્પેક્ટર વાઇ શ્યામ સુંદરે પોતાની દીકરી, યેંદલુરૂ જેસી પ્રશાંતિને સલામી આપી, જે હાલમાં ગંતુર જિલ્લાના (DSP) તરીકે તૈનાત છે. પ્રશાંતિ એ પણ પોતાના પિતાને સલામ કર્યું.

તિરૂપતિના એસપી રમેશ રેડ્ડીએ દિલને છૂનારી આ ઘટનાને જોઇ અને પિતા-પુત્રીની જોડીના વખાણ કર્યા. આઇપીએસ ઓફિસર દીપાંશુ કાબરાએ આ તસવીર પોસ્ટ કરી અને પિતા-પુત્રીના ખૂબ વખાણ કર્યા. આ પોસ્ટ પર આઇપીએસ ઓફિસર આરકે વિજ એ પણ રિએકશન આપ્યું. આઇપીએસ ઓફિસર દીપાંશુ કાબરા એ લખ્યું કે DSP દીકરીને ગર્વથી સેલ્યુટ કરતાં પિતા સર્કલ ઇંસ્પેકટર. આ સુંદર અને ગૌરવશાળી ક્ષણને કોઇએ કેમેરામાં કેદ કરી. દીકરીએ તપસ્યાનું એક એવું ફળ આપ્યું કે એક પિતા માટે આનાથી મોટા સૌભાગ્યની વાત બીજી શું હશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here