ફટાફટ મેસેજિંગ એપ વોટસએપ આજના સમયમાં દુનિયાભરના લોકોની જિંદગીનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયું છે. સવારની ઉંઘ ઉડતાંની સાથે જ લોકો સૌથી પહેલાં વોટસએપ ચેક કરે છે. હવે તહેવારની શુભકામનાઓને લઈને વેડિંગ કાર્ડ સુધીનું લોકો વોટસએપ દ્વારા મોકલવા લાગ્યા છે. વોટસએપ પર વાતચીત કરવાની એક સરળ રીત છે એટલા માટે કંપની દિવસે-દિવસે તેમાં યુઝર્સની સગવડ માટે નવા નવા ફીચર્સ સામેલ કરી રહી છે. જો કે બહુ ઓછા લોકો જાણતા હશે કે વોટસએપ પર હવે મેસેજને ‘શેડયુલ’ પણ કરી શકાય છે.

જો તમે પણ કોઈને અડધી રાત્રે મેસેજ કરીને સરપ્રાઈઝ આપવા માંગો છો અથવા તો બર્થ-ડે વિશ કરવા માંગો છો તો તેના માટે તમારે મોડીરાત સુધી જાગવાની જરૂર નથી.

તમે વોટસએપ પર મેસેજને શેડયુલ કરી શકો છો જે નક્કી કરાયેલા સમયે આપોઆપ સામેવાળી વ્યક્તિને મળી જશે. આ ફીચર સત્તાવાર રીતે એડ કરવામાં આવ્યું નથી પરંતુ થર્ડ પાર્ટી એપ્સ માટે આવું કરી શકાશે.

આવું કરવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી જઊંઊઉશિં નામની એક એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ પછી તમે તેને ઓપન કરીને સાઈન અપ કરો. ત્યારબાદ મેઈન મેન્યુમાંથી વોટસએપ ઉપર ટેપ કરો. આવું કર્યા પછી ડાઉનલોડ કરેલી એપ તમારી પાસેથી અમુક પરવાનગી માંગશે જેની તમારે મંજૂરી આપવી પડશે. ત્યારપછી ‘એનેબલ એક્સેસબિલિટી’ પર ટેપ કરો અને પછી એપ્લીકેશન પર જોઈને ‘ટોગલ’ને ઓન કરી દો. પછી ‘એલોવ’ ટેપ કરો. આ પછી ‘ટોગલ’ પર ‘આશ્ક મી બિફોર સેન્ડીંગ’નું ઓપ્શન દેખાશે જેને ઓન કરીને મેસેજ શેડ્યુલ કરી લો. મેસેજ મોકલતાં પહેલાં તમને નોટિફિકેશન મળશે જેના પર ટેપ કર્યા બાદ જ તમારો મેસેજ શેડયુલ થઈ શકશે. આ પછી ઓટોમેટિક મેસેજ નિર્ધારિત સમયે ડિલીવર થઈ જશે.

એપલ યુઝર્સે સૌથી પહેલાં એપલ એપ સ્ટોર પરથી ‘શોર્ટકર્ટસ’ એપ ડાઉનલોડ કરવાની રહેશે અને ‘ઓટોમેશન’ને પસંદ કરવાનું છે. ત્યારબાદ ટોપ રાઈટ કોર્નર પર અપાયેલા (+) આઈકોન પર ટેપ કરવાનું રહેશે. પછી ‘ક્રિએટ પર્સનલ ઓટોમેશન’ પર ટેપ કર્યા બાદ ‘ટાઈમ ઓફ ડે’ પર ટેપ કરીને મેસેજ મોકલવાનો સમય શેડયુલ કરી ‘નેક્સ્ટ’ પર ટેપ કરવાનું રહેશે. ‘એડ એક્શન’માં સર્ચ બારમાં ‘ટેક્સ્ટ’ ટાઈપ કરો અને તેને સિલેક્ટ કરીને પોતાનો મેસેજ ટાઈપ કરવાનો રહેશે. મેસેજ બોક્સની નીચે (+) આઈકોન પર ટેપ કરો અને સર્ચ બારમાં વોટસએપ સર્ચ કરો. સેન્ડ મેસેજ વાયા વોટસએપ પસંદ કરો ત્યારબાદ ‘ડન’ પર ટેપ કર્યા બાદ ઓટોમેટિક મેસેજ ચાલ્યો જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here