જો આપ પૈસા કાઢવા ATM નો ઉપયોગ કરો છે તો એક બાબતનું ધ્યાન ચોક્કસ રાખવું પડશે. RBI એ જારી કરેલી એક માર્ગદર્શિકા અનુસાર ATMના ઉપયોગ સમયે ગ્રીન લાઈટ ઇન્ડિકેટર ચાલુ હોવું જરૂરી છે જો લાઈન બંધ અથવા બીજા રંગની હોય તો ઉપયોગ ટાળવો જોઈએ. આ લાઈટ તકનીકી ખરાબીઓ હેકિંગ અથવા ટેક્નિકલ મિસચીફ તરફ ઈશારો કરે છે.

પૈસા ખાતામાં સુરક્ષિત રાખવા માટે સતત ધ્યાન અપાઈ રહ્યું છે. તાજેતરમાં RBIએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. રિઝર્વ બેંકે મહત્વપૂર્ણ સાવચેતી પણ જાહેર કરી છે. ATM ના ઉપયોગ સમયે એક નાની લાઇટની ચકાસણીની ભૂલ બેંક એકાઉન્ટ સાફ કરી શકે છે.

એટીએમ મશીનનો કાર્ડ સ્લોટ કાળજીપૂર્વક તપાસવો જોઈએ
* કાર્ડને સ્લોટમાં કાર્ડ મૂકતી વખતે સ્લોટમાં ગ્રીન લાઇટ હોવી જરૂરી છે
* અસામન્ય ફેરફાર જણાય તો ઉપયોગ કરવો નહિ
* કાર્ડનો સ્લોટ વધુ પડતો ફિટ ઢીલો તો નથી ને તે ખાસ જોવું જોઈએ
* મશીન કી બોર્ડ ઉપર બહારની તરફ છૂટો કેમેરો છે જે નહીં

કાર્ડને સ્લોટમાં સ્લોટમાં ગ્રીન લાઇટ દેખાય તો જ એટીએમ સલામત છે. સ્લોટમાં લાલ કે કોઈ લાઇટ બ્લિન્ક ન થતી હોય તો એટીએમનો ઉપયોગ કરવો નહીં. હેકરો એટીએમ મશીનમાં કાર્ડ સ્લોટ સાથે ચેડાં કરી ડેટા ચોરી કરવા પ્રયાસ કરતા હોય છે. એવા ઉપકરણને એટીએમ મશીનના કાર્ડ સ્લોટમાં મૂકે છે જે તમારા કાર્ડ વિશેની બધી માહિતીને સ્કેન કરી ક્લોન કાર્ડ તૈયાર કરી નાખે છે. ભેજાબાજો ડેટા ચોરી કરી બેંક એકાઉન્ટ ખાલી કરે છે.આપને એવું લાગે કે તમે હેકરોની જાળમાં ફસાઈ ગયા છો તો તરત જ બેન્કના કસ્ટમરકેર સર્વિસ અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ. પોલીસ તપાસનો દોર લંબાવી હેકરોના ઇન્સ્ટ્રુમેન્ટ , સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સપોર્ટથી પૈસા ચોરી થતા બચાવી ભેજાંબાજોને ઝડપી લેશે.