ઉત્તરપ્રદેશના બદાયું ગેંગરેપ ઘટનાના મુખ્ય આરોપી મહંત સત્યનારાયણનીપોલીસે ધરપકડ કરી છે..જેના પર રૂપિયા પચાસ હજાર રૂપિયાનું ઈનામ જાહેર થયુ હતુ. આરોપી મહંત સત્યનારાયણ આ ઘટનામાં ગામમાં છુપાયો હતો. પોલીસે અન્ય બે આરોપી જસપાલ અને વેદરામની પણ ધરપકડ કરી લીધી છે.

પોલીસે અન્ય બે આરોપી જસપાલ અને વેદરામની પણ ધરપકડ કરી લીધી

આરોપી મહંત સત્યનારાયણ 3 જાન્યુઆરીએ સામૂહિક દુષ્કર્મની હત્યા બાદથી ફરાર હતો. પોલીસની ચાર ટીમો સત્યનારાયણની શોધમાં હતી.મુખ્ય આરોપી મહંત સત્યનારાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં છુપાયાની જાણ થતા ગુરુવારે મોડી રાત્રે પોલીસે ધરપકડ કરી પુછપરછ કરી હતી.

ભીડ જોઈને પુજારીએ ભાગવાનો નિર્થક પ્રયાસ કર્યો

એડીજીની વિશેષ ટીમ પણ ગામમાં પહોંચી હતી. એસએસપી બદાયું ઉઘૈતી પોલીસ સ્ટેશનની પોલીસ પણ ત્યાં પહોંચી હતી. તે દરમિયાન લોકો મહિલાના ઘરમાં ઘુસી ગયા હતા. ભીડ જોઈને પુજારીએ ભાગવાનો નિર્થક પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગામ્રજનો અને પોલીસ તેને ઝડપી પાડવામાં સફળ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here