સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમદાવાદ નોર્થની ટીમના અધિકારીઓએ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં સુકન સ્માઈલ સિટિ એપાર્ટમેન્ટની બી વિન્ગના 103 નંબરના ફ્લેટમાં રહેતા ભરતભાઈ ભગવાનદાસે રૂા. 2435.96 કરોડ નહિ, પરંતુ રૂા. 9750 કરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું જણાવીને તેની કસ્ટડી માગતા કોર્ટે તેને 11મી સુધી સીજીએસટીના અધિકારીઓની કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.’

11મી સુધી સીજીએસટીના અધિકારીઓની કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો

અમદાવાદના જ 9થી 11 જેટલા સોનીઓએ બોગસ બિલિંગના માધ્યમથી લેવામાં આવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાના આંકડાઓ પણ કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓની તપાસમાં બહાર આવી ગયું છે. પરિણામે અમદાવાદના આ જ્વલર્સ ગમે ત્યારે સીજીએસટીના અધિકારીઓની ઝપટમાં આવે તેવી સંભાવના છે. ભરત સોની દ્વારા લેવામાં આવેલી ઇનુપુટ ટેક્સ ક્રેડિટના નાણાં અમદાવાદના નવથી અગિયાર સોનીઓને પાસ કરવામાં આવ્યા છે.

ઇનુપુટ ટેક્સ ક્રેડિટના નાણાં અમદાવાદના નવથી અગિયાર સોનીઓને પાસ કરવામાં આવ્યા

આ તમામ સોનીઓના નામ અને વિગતો કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓ પાસે આવી ગયા છે. તેમ જ તેમને કેટલી રકમ પાસ કરવામાં આવી છે તેની વિગતો પણ હાથ લાગી ગઈ છે. આ સંજોગોમાં ગમે ત્યારે તેમની સામે આકરાં પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવે તેવી સંભાવના રેહલી છે.

ભરત સોનીના જામીન માટેની અરજીની આજે કોર્ટમાં સુનાવણી થઈ ત્યારે સીજીએસટીના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે બોગસ બિલિંગનું કૌભાંડ રૂા. 9750 કરોડનું છે. તેથી તેની પૂછપરછ કરવી અમારા માટે અનિવાર્ય છે. આ પૂછપરછ કરવા માટે પૂરતો સમય જરૂરી છે. તેથી કોર્ટે તેમને 11મી જાન્યુઆરી સુધી સીજીએસટીની કસ્ટડીમાં રાખવાની છૂટ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here