ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 338 રનો પર ઓલઆઉટ થઈ ગઈ છે. રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાના પૂંછડીયા બેટ્સમેનને ધૂળ ચાટતા કરી દીધા હતા, જાડેજાની ઘાતક બોલિંગ સામે બેટ્સમેન ટકી શક્યા નહી.
જાડેજાની ઘાતક બોલિંગ સામે બેટ્સમેન ટકી શક્યા નહી
જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈનીએ 2-2 વિકેટ ઝડ઼પી હતી. મોહમ્મદ સિરાઝને 1 વિકેટ મળવવામાં સફળતા મળી હતી. જ્યારે બીજીતરફ ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 131 રન ખડક્યા હતા, સ્મિથે 14 ઈનિંગ પછી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. આ પહેલા વર્ષ 2019ના રોજ 4થી નવેમ્બરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 211 રનોની ઈનિંગ રમી હતી.

સ્ટીવ સ્મિથે 27મી ટેસ્ટ સદી ફટકારી
સ્ટીવ સ્મિથ તેની 27મી ટેસ્ટ સદી ફટકારીને ફોર્મમાં પાછો ફર્યો છે. સ્મિથે 14 ઇનિંગ બાદ ટેસ્ટ સદી ફટકારી છે. આ અગાઉ તેણે 4 સપ્ટેમ્બર 2019ના રોજ માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 211 રનની ઈનિંગ રમી હતી. વર્તમાન ટેસ્ટ સિરીઝમાં સ્ટીવ સ્મિથે ટીમ ઈન્ડિયા સામેની પ્રથમ ટેસ્ટમાં 1 અને 1 અણનમ સ્કોર બનાવ્યો હતો. જ્યારે મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં 0 અને 8 રનની ઈનિંગ રમી હતી.

ભારત: અજિંક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની (ડેબ્યુ)
ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, વિલ પુકોવ્સ્કી, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર/કેપ્ટન), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ