એપ્રિલ 2018માં જામનગરના વકીલ કિર્તિ જોશીની હત્યાની સોપારી આપ્યા પછી દુબઇ ભાગીને ત્યાંથી લંડન પહોંચેલા જયસુખ રાણપરિયાની ધરપકડ કરવા ભારતે બ્રિટનનને વિનંતી કરી હતી.જયેશ પટેલ તરીકે ઓળખાતા જયસુખ મૂળજીભાઇ રાણપરિયાના ફોનના આઘારે છેલ્લે તે લંડનમાં હોવાનું જાણવા મળ્યું હતું. 41 વર્ષના રાણપરિયાએ ત્યાંથી બેઠા બેઠા ખંડણી માટેના ફોન કરતાં તેની ભાળ મળી હતી.

રાણપરિયા સામે 43 કેસ નોંધાયા
જયસુખ રાણપરિયા સામે હત્યા,ખંડણી, છેતરપિંડી, ફ્રોડ અને મની લોન્ડરિંગ સહિતના 42 કેસ નોંધાયા હતા, એમ ગુજરાત પોલીસના ડોઝિયરમાંથી જાણવા મળ્યું હતું. ઇન્ટરપોલે રાણપરિયાને શોધીને તેને પકડવા રેડ કોર્નર નોટીસ જારી કરી હતી.
સ્કોટલેન્ડ યાર્ડ પોલીસના પ્રવકતાએ કહ્યું હતું કે તેઓ આ અંગેની કોઇ માહિતી જાહેર કરી શકશે નહીં.’અમે કોઇને નામથી શોધતા નથી અને પોલીસ કોની તપાસ કરે છે તેની પણ ઓળખાણ આપતા નથી’એમ તેમણે કહ્યું હતું.

ભારતમાં ઇડીએે 2018ના એક કેસમાં જામનગરમાં જમીન પચાવી પાડવાના કેસમાં રાણપરિયાની રૂપિયા 3.97 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.છેલ્લા કેટલાક વર્ષોથી રાણપરિયા જામનગરમાં માફિયાગીરી કરે છે.
તેનું કામ લોકોની જમીન પચાવી પાડવી અને ત્યાર પછી ખંડણી ઉઘરાવવાનું છે.જામનગરના વકીલ કિર્તિ જોશીની હત્યા પછી તેનું નામ ચગ્યું હતું.ગુજરાત પોલીસે રાણપરિયાના ફોનને ટ્રેસ કરતાં તે લંડનથી ખંડણી માટે કર્યા હોવાની જાણ થતાં ભારત સરકારે યુકેને તેની ધરપકડ કરવા વિનંતી કરી હતી.