ભારત અને ચીન વચ્ચે સરહદે ચાલી રહેલી તંગદીલી ચાલી રહી છે, ત્યારે સોશિયલ મિડિયામાં એક સમાચાર વાયરલ થઇ રહ્યા છે જેમાં દાવો કરાયો છે કે વર્ષ 2017થી 2019 દરમિયાન ભારતમાં ચીનની FDI 2.8 અબજ ડોલરથી વધીને 4.14 અબજ ડોલર થઇ ગયું છે.

સરકારે આ સમાચારને પાયાવિહાણાં અને ખોટા ગણાવ્યા છે, સરકારનું કહેવું છે કે વર્ષ 2017માં ચીનથી 0.350 અબજ ડોલરનું FDI આવ્યું હતું. જે 2019 માં ઘટીને 0.163 અબજ ડોલર રહી ગયું.

FDI અંગે PIBએ કરી સ્પષ્ટતા

એપ્રિલમાં સરકારે FDI નિયમો બદલ્યા હતાં, તે મુજબ જે દેશોની સરહદ ભારત સાથે લાગે છે, તે દેશોએ મુડીરોકાણ કરવા માટે સરકારની મંજુરી લેવી પડશે, એટલે કે ચીનથી આવનારી FDI નાં પ્રસ્તાવ માંટે સરકારની મંજુરીની જરૂર છે, ચીને ભારતનાં આ નવા નિયમોની ટીકા કરી છે, તેમનું કહેવું છે કે આ WTOનાં સિધ્ધાતોની વિરૂધ્ધ છે અને મુક્ત અને નિષ્પક્ષ વેપારની વિરૂધ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here