ઉત્તરીય ચીનના પાટનગર અને સૌથી મોટા શહેર હેબેઇમાં કોરોના વાઇરસ ફેલાવે નહીં તેની સાવચેતીના પગલાં તરીકે લોકોને ઘરની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી હતી પાંચ મહિના કરતાં પણ વધુ સમયમાં આ શહેરમાં દરરોજના સંક્રમણના કેસમાં અસામાન્ય વધારો નોંધાયો હતો.

શિઝિઆંઝોંગમાં સામુહિક રસીકરણ

ગુરૂવારે નેશનલ હેલૃથ કમિશન દ્વારા નોંધાયેલા 52 કેસ પૈકી 51 હેબેલના હતા. જ્યારે બેજીંગ સહિત આખા પ્રાંતના કુલ 20 કેસ નોંધાયા હતા. 1.1 કરોડની વસ્તી ધરાવતા શિઝિઆંઝોંગના સત્તાવાળાઓએ માસ ટેસ્ટીંગ શરૂ કર્યું હતું અને ટોળા ભેગા કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઘર અને શહેરને નહીં છોડવા ઉપરાંત શહેરના વિસ્તારના લોકો અને વાહનોને પણ હાઇ રિસ્ક ઝોનમાંથી બહાર નહીં જવા કહેવામાં આવયું હતું.

લોકોને ટોળા ભેગા કરવા અને વાહનો નહીં ચલાવવા સલાહ

મંગળવારે હેબેઇ યુધૃધ સમયના મોડમાં દાખલ થયો હતો, એટલે કે દરેક શહેર, પ્રાંત અને જિલ્લા મથકમાં તપાસ ટીમો તૈનાત કરાશે કે જેથી સંક્રમિત લોકોને તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને ઓળખી શકાય. ચીની સરકારના માધ્યમોએ અગાઉ એવા અહેવાલ આપ્યા હતા કે શિઝિઆંઝોગ પ્રાંતે મુખ્ય રેલવે સ્ટેશનેથી લોકોને શહેરમાં પ્રેવશવા પર પ્રતિબંધ નાંખ્યો હતો.

ચીન

અગાઉ એવું પણ ફરજીયાત બનાવવામાં આવ્યું હતું કે આ શહેરમાં પ્રવેશ કરનારે ટ્રેનમાં બેસતા પહેલાના 72 કલાક પહેલાંનો કોરોના ટેસ્ટિંગનો નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું પડશે.આગઉ સમગ્ર ચીનમાં એક દિવસ અગાઉના 32 કેસની સામે આજે 63 નવા કેસ નોંધાયા હતા. આમ 30 જુલાઇએ નોંઘાયેલા 127 કેસ પછીથી આ સંખ્યા સૌથી વધુ હતી.

સાર્સ-કોવિ-2 વાઇરસથી સંક્રમિત એસિપ્ટોમેટિક કેરિયર્સની સંખ્યા એક દિવસ અગાઉના 64થી વધીને 79 થઇ હતી.2019ના અંતિમ દિવસોમાં વુહાનમાં દેખાયેલા કોરોનાના પ્રથમ કેસ પછીથી અત્યાર સુધી ચીનમાં કોવિ-19ના કુલ કેસ 87278 થયા હતા.જ્યારે કોરોનાનાકારણે માર્યા ગયેલાઓની સંખ્યા 4634 થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here