વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સવારે વિડિયો મેસેજ રિલિઝ કરીને એવો દાવો કર્યો હતો કે ગુરૂવારે થયેલી હિંસાથી મને ખૂબ દુઃખ થયું હતું. અમેરિકામાં થયેલી હિંસાથી હું વ્યથિત છું. હિંસાના ચોવીસ કલાક બાદ રિલિઝ કરેલા આ સંદેશામાં ટ્રમ્પે એેવો પણ દાવો કર્યો હતો કે હવે મારું ફોકસ સત્તા સુકાન વિજેતાને સોંપવાનું છે. 20 જાન્યુઆરીએ જો બાઇડન સત્તા ગ્રહણ કરશે એ હકીકત પણ તેમણે સ્વીકારી હતી.

ટ્રમ્પે

ટ્રમ્પે કરેલા એક ઉશ્કેરણીજનક ભાષણ પછી તેમના હજારો સમર્થકો સેનેટ પર ધસી ગયા

અત્રે એ યાદ રહે કે ગુરૂવારે ટ્રમ્પે કરેલા એક ઉશ્કેરણીજનક ભાષણ પછી તેમના હજારો સમર્થકો સેનેટ પર ધસી ગયા હતા અને ત્યાં ભાંગફોડ કરી હતી. અમેરિકી સંસદ પર આ પ્રકારનો હુમલો બસો વર્ષ પછી થયો હતો. આ પ્રસંગે સિક્યોરિટીએ કરેલા ગોળીબારમાં એક મહિલા સહિત કુલ ચાર મરણ થયાં હતાં.

હવે ટ્રમ્પ હિંસા બદલ દિલસોજી વ્યક્ત કરતા હતા. જો કે હવે તો ટ્રમ્પને વીસ જાન્યુઆરી પહેલાંજ પ્રમુખપદેથી ખસેડવાની તૈયારી ચાલી રહી હતી. એ પહેલાં ખુદ ટ્રમ્પના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સહિત કેટલાક અધિકારીઓએ રાજીનામાં ધરી દીધાં હતાં. સર્વત્ર એવી છાપ પડી હતી કે વ્હાઇટ હાઉસ છોડવું નહોતું માટે ટ્રમ્પે હિંસા કરાવી. ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે જેમણે હિંસા કરી એ સાચા અમેરિકી નાગરિકો નહોતા. હિંસાથી મને ખૂબ દુઃખ થયું હતું. હિંસા થતાં મેં તરત નેશનલ ગાર્ડઝ્ને કામે લગાડી દીધા હતા. અમેરિકા સદૈવ કાયદાના પાલનમાં માનનારો દેશ રહ્યો હતો.

ટ્રમ્પે

ટ્રમ્પે દુઃખી થયાનું નાટક શરૂ કર્યું

વાસ્તવમાં હિંસા પછી કેટલાક ડેમેાક્રેટ્સ અને રિપબ્લિકન સેનેટર્સે ટ્રમ્પ સામે મહાભિયોગ (ઇમ્પીચમેન્ટ અથવા ઠપકો)નું પગલું લઇને એમને હાંકી કાઢવાની તૈયારી આદરી હતી. ઉપપ્રમુખ માઇક પેન્સ આ પગલું લેવા સંમત થયા હતા. એ પગલાની જાણ થતાં ટ્રમ્પે દુઃખી થયાનું નાટક શરૂ કર્યું હતું.

અત્યાર પહેલાં ટ્રમ્પ સતત એવો આક્ષેપ કરતા રહ્યા હતા કે ચૂંટણીમાં મોટે પાયે ગોલમાલ થઇ હતી. કેટલાંક રાજ્યોમાં મતગણતરી અટકાવવા તેમણે કોર્ટમાં પણ ધા નાખી હતી. પરંતુ કોર્ટમાં એ ફાવ્યા નહોતા. ગુરૂવારે કેપિટલ હિલમાં ઇલેક્ટોરલ કૉલેજે જો બાઇડન અને કમલા હેરીસને ઔપચારિક રીતે વિજેતા જાહેર કર્યા હતા. હવે બાઇડન વીસમી જાન્યુઆરીએ વિધિસર સોગન લેશે. બાઇડને ટ્રમ્પની ટીકા કરતાં કહ્યું કે ગુરૂવારની જેમ ટ્રમ્પ શાસને છેલ્લાં ચાર વર્ષના શાસન દરમિયાન અનેક વાર સતત લોકશાહીને લાંછન લાગે એવું વર્તન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here