સરકારે મે-2021માં લેવાનારી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે 11મી જાન્યુઆરીથી ધો.10-12ની સ્કૂલો શરૂ કરવા જાહેરાત કરી દીધી છે ત્યારે ગુજરાત બોર્ડે પણ બોર્ડ પરીક્ષાની તૈયારી આરંભી દીધી છે. રાજ્યમાં ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ શરૂ થયેલી નવી સ્કૂલોની અને હયાત સ્કૂલોનુ ઓનલાઈન રજિસ્ટ્રેશન આજથી શરૂ કરી દેવાયુ છે જ્યારે 11મીથી સ્કૂલોએ શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. બોર્ડના પરિપત્ર મુજબ ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાતા પહેલા સ્કૂલોનુ અને શિક્ષકોનું રજિસ્ટ્રેશન થવું ફરજીયાત છે.
ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાતા પહેલા સ્કૂલોનુ અને શિક્ષકોનું રજિસ્ટ્રેશન થવું ફરજીયાત
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. જે મુજબ ચાલુ વર્ષે નવી શરૂ થયેલી અને જુની સ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે. બોર્ડ 15મી બાદ પરીક્ષા ફોર્મ ભરાવવાનું શરૂ થનાર છે ત્યારે સ્કૂલોએ સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે .

આજે સ્કૂલોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયુ છે. જ્યારે 11મીથી તમામ સ્કૂલોના શિક્ષકોનું રજિસ્ટ્રેશન શરૂ થશે.સ્કૂલો બોર્ડ પરીક્ષા બાદ ઉત્તરવહી મુલ્યાંકનમાં શિક્ષકોને મોકલતી ન હોઈ અને ઓછા અનુભવ વાળા શિક્ષકો મોકલતી હોવાથી બોર્ડ દ્વારા ઓનલાઈન ટીચર રજિસ્ટ્રેશન ફરજીયાત કરવામા આવ્યુ છે.
ઓનલાઈન ટીચર રજિસ્ટ્રેશન ફરજીયાત કરવામા આવ્યુ

સ્કૂલ રજિસ્ટ્રેશનમાં આ વર્ષે શરૂ થયેલી નવી સ્કૂલે નવુ રજિસ્ટ્રેશન કરી તમામ વિગતો ભરવાની રહેશે અને જુની સ્કૂલે ગત વર્ષે કરેલા રજિસ્ટ્રેશનમાં ધો.10-12ના વર્ગો વધ્યા હોય કે ઘટયા હોય તેની વિગતો નોંધવાની અને માહિતી સુધારવાની રહેશે. ચાલુ વર્ષના તેમાં ધોરણના ચાલુ વર્ગોની માધ્યમવાર અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ અચુક ભરવાની રહેશે.

ટીચર રજિસ્ટ્રેશનમાં નવા નિમણૂંક થયેલા શિક્ષકો ઉમેરવાના રહેશે અને છુટા થયેલા કે નિવૃત થયેલ શિક્ષકોને ઈનએકટિવ કરવાના રહેશે. શિક્ષકોના હાલ ભણાવતા વિષયો તેમજ અનુભવની વિગતો અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અનુભવની વિગત તથા કુલ અનુભવની વિગતો ખાસ ચોકસાઈપૂર્વક સુધારવાની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કરવામા આવ્યો છે.