ભાજપ પ્રમુખ સી.આર. પાટિલના કાર્યક્રમમાં ફરી એક વખત કોરોનાની ગાઇડલાઇનના સરાજાહેર ધજાગરા ઉડ્યા હતા. પાટિલે જૂનાગઢમાં સરપંચ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ જિલ્લાના 346 સરપંચો અને કાર્યકર્તાઓ એક જ હોલમાં ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને સરકારે હોલમાં 100થી વધુ લોકોને એકઠા થવા પર મનાઇ ફરમાવી છે.

સરકારે હોલમાં 100થી વધુ લોકોને એકઠા થવા પર મનાઇ ફરમાવી

પરંતુ ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ કાર્યક્રમમાં તમામ નીતિ-નિયમોને નેવે મુકીને મોટા પાયે કાર્યકર્તાઓની ભીડ એકત્ર કરવામાં આવે છે. આ ઉપરાંત કાર્યક્રમમાં હાજર લોકો પૈકી અનેક લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા. તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાયું. ત્યારે સવાલ એ છે કે શું તંત્ર દ્વારા નિયમો ભંગ કરનારા નેતાઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે ખરી.

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જૂનાગઢમાં
  • સરપંચ સંવાદ કાર્યક્રમ માં આપી હાજરી
  • જિલ્લાના મોટાભાગના સરપંચો રહ્યા હાજર
  • પ્રદેશ ભાજપ પ્રમુખના કાર્યક્રમ માં સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા
  • જીલ્લાના 346 સંરપંચો અને કાર્યકરો એકજ હોલમાં ઉપસ્થિત

જિલ્લાના મોટાભાગના સરપંચો રહ્યા હાજર

  • સામાન્ય લોકો માટે 100 થી વધુ એકઠા થવાની મનાઈ
  • સતાધારી ભાજપ પક્ષના કાર્યક્રમ માં મોટી સંખ્યામાં લોકોને કરાય છે એકઠા
  • આજે જૂનાગઢ જીલ્લાના સંરપંચો સાથે છે પાટીલ નો સંવાદ કાર્યક્રમ
  • પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here