જાહેર ક્ષેત્રની ઑયલ કંપનીઓ ઇન્ડિયન ઑયલ કૉર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિમ કોર્પોરેશન લિમિટેડે (HPCL) ગઇકાલે આશરે એક મહિના બાદ દૈનિક આધારે ઇંધણની કિંમતોની સમીક્ષા ફરી શરૂ કરી. ગઇ કાલે પેટ્રોલના ભાવમાં 23 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. સાથે જ આજે શુક્રવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો. રેકોર્ડ સ્તર સુધી પહોંચી ચુકેલી પેટ્રોલની કિંમતો પર જલ્દી જ મોટી રાહત મળી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયે સરકારે ઉંચી પેટ્રોલ, ડીઝલની કિંમત પર રાહત આપવાની ભલામણ કરી છે. મંત્રાલયે કહ્યું કે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરી જનતાને મોટી રાહત આપવામાં આવી શકે છે.

પેટ્રોલ

5 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટી શકે છે પેટ્રોલના ભાવ

મંત્રાલય અનુસાર, કોરોનાકાળમાં પેટ્રોલ ડીઝલ પર વધારવામાં આવેલી એક્સાઇઝ ડ્યુટીમાં જો 50 ટકા કપાત પણ કરી દેવામાં આવે તો પેટ્રોલના ભાવ 5 રૂપિયા પ્રતિ લીટર સુધી નીચે આવી શકે છે. લોકડાઉન દરમિયાન સરકારે પેટ્રોલ પર એકસાથે 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારી હતી. મંત્રાલયે કહ્યું કે જો એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવે તો ઉપભોક્તાઓને તેનો પૂરો લાભ પહોંચાડવા માટે રાજ્યોને પણ સહયોગ આપવો પડશે.

અહીં ચેક કરો તમારા શહેરમાં આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

>> દિલ્હીમાં પેટ્રોલ 84.20 રૂપિયા અને ડીઝલ 74.38 રૂપિયા પ્રતિ લીટર છે.

>> મુંબઇમાં પેટ્રોલ 90.83 રૂપિયા અને ડીઝલ 81.07 રૂપિયા પ્રતિ લીટર છે.

>> કલકત્તામાં પેટ્રોલ 85.68 રૂપિયા અને ડીઝલ 77.97 રૂપિયા પ્રતિ લીટર છે.

>> ચેન્નઇમાં પેટ્રોલ 86.96 રૂપિયા અને ડીઝલ 79.72 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ

>> બંગલોરમાં પેટ્રોલ 87.04 રૂપિયા અને ડીઝલ 78.87 રૂપિયા પ્રતિ લીટર છે.

>> નોએડામાં પેટ્રોલ 84.06 રૂપિયા અને ડીઝલ 74.82 રૂપિયા પ્રતિ લીટર છે.

>> ગુરુગ્રામમાં પેટ્રોલ 82.39 રૂપિયા અને ડીઝલ 74.97 રૂપિયા પ્રતિ લીટર છે.

>> લખનઉમાં પેટ્રોલ 83.98 રૂપિયા અને ડીઝલ 74.74 રૂપિયા પ્રતિ લીટર છે.

>>પટનામાં પેટ્રોલ 86.75 રૂપિયા અને ડીઝલ 79.51 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ

પેટ્રોલ ડીઝલના નવા રેટ્સ આ રીતે કરો ચેક

દેશની ત્રણેય ઑયલ માર્કેટિંગ કંપની HPCL, BPCL અને IOC સવારે 6 વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલના નવા રેટ જારી કરે છે. નવા રેટ્સ માટે તમે વેબસાઇટ પર જઇને જાણકારી હાંસેલ કરી શકો છો. સાથે જ મોબાઇલ ફોન પર એસએમએસ દ્વારા પણ રેટ ચેક કરી શકો છો. તમે 92249 92249 નંબર પર SMS મોકલીને પણ પેટ્રોલ ડીઝલના ભાવ વિશે જાણી શકો છો. તમારે RSP<સ્પેસ> પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર મોકલવો પડશે. જો તમે દિલ્હીમાં છો અને મેસેજ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ જાણવા માગતા હોય તો તમારે RSP 102072 લખીને 92249 92249 પર મોકલવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here