કર્ણાટકમાં રાજ્ય બ્રાહ્મણ વિકાસ બોર્ડના નિર્માણના એક વર્ષ બાદ જાતિય લગ્ન વ્યવસ્થાને ધ્યાને રાખીને બે સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત લાવવામાં આવેલી આ બે યોજનામાં ગરીબ બ્રાહ્મણો સાથે લગ્ન કરનારાને આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એક યોજના અંતર્ગત એવી બ્રાહ્મણ મહિલા જે ગરીબ પૂજારી સાથે લગ્ન કરશે, તો તેને 3 લાખ રૂપિયા સુધીના બોન્ડ આપવામાં આવશે. તો વળી અન્ય એક યોજનામાં ગરીબ બ્રાહ્મણ મહિલાને 25 હજાર રોકડા આપવાની પણ યોજના અમલમાં મુકવામાં આવી છે.

જો કે, આ યોજના હાલમાં પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત છે. એટલા માટે આ યોજનાનો લાભ લેવા માટે મર્યાદિત સંખ્યામાં લોકો લાભ લઈ શકશે. ભાજપના નેતા અને કર્ણાટક રાજ્ય બ્રાહ્મણ વિકાસ બોર્ડના અધ્યક્ષ એચએસ સચ્ચિદાનંદ મૂર્તિએ આ યોજના પર કહ્યુ હતું કે, અમને બે સ્કિમ અરૂંધતી અને મૈત્રેય લોન્ચ કરવાની પરવાનગી મળી ગઈ છે. તેના માટે ફંડ એકઠુ કરવામાં આવી રહ્યુ છે. તેથી અમે તેના નિયમો બનાવવા માટે મથી રહ્યા છીએ. ગરીબ બ્રાહ્મણોને મદદ કરવા માટે અમે આ કોશિશ કરી રહ્યા છીએ.

અરૂંધતી સ્કિમ અંતર્ગત 550 ગરીબ બ્રાહ્મણ મહિલાઓને તેમના લગ્ન માટે 25 હજાર રૂપિયા આપવામાં આવશે. તો વળી મૈત્રૈય સ્કિમ અંતર્ગત ગરીબ બ્રાહ્મણ પૂજારી સાથે લગ્ન કરનારી 25 મહિલાને 3 લાખ રૂપિયાના બોન્ડ પણ મળશે. આ બોન્ડ ત્રણ વર્ષમાં વાપરી શકાશે.

શરૂઆતમાં આ યોજના એવી મહિલાઓ માટે શરૂ કરવાની હતી, જે બીપીએલ બ્રાહ્મણ અથવા નોકર અથવા તો પૂજારી સાથે લગ્ન કરે છે. જો કે, રાજ્યનો સર્વે કરતા જાણવા મળ્યુ હતું કે, રાજ્યમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ વર્ગ ગરીબી રેખાથી નીચે જીવે છે.તેથી અમે આ યોજના પૂજારીઓના ફાયદા માટે ચાલુ કરવાનું વિચાર્યું.

આપને જણાવી દઈએ કે, પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારાસ્વામીએ 2018-19માં પોતાના કાર્યકાળમાં બ્રાહ્મણ વિકાસ બોર્ડનું નિર્માણ કરતા 25 કરોડનું બજેટ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ભાજપ સરકાર આવી અને તેમણે આ બોર્ડ બનાવ્યું. ત્યારે હવે આ બોર્ડ અંતર્ગત બે સ્કીમ લોન્ચ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here