એક્ટ્રેસ કંગના રનૌત (kangana ranaut)કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં રહે છે. વિવાદોમાં સતત ઘેરાયેલી રહેતી કંગના કાયદાકીય લડાઇ અટકવાનું નામ નથી લેતી. આવી જ લડાઇ તકરારમાં કંગના BMC સાથે બાથ ભીડતા અચકાતી નથી. કંગના રનૌત હવે બાંદ્રા પોલિસ સ્ટેશનમાં હાજર થઈ છે.
કંગના પર તેના ટ્વિટ્સ દ્વારા બોલિવૂડમાં નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે કંગનાએ હિન્દુ-મુસ્લિમના નામે વાતાવરણ બગાડ્યું છે. આ તમામ આક્ષેપો કાસ્ટિંગ ડિરેક્ટર સાહિલ સઈદ દ્વારા કરવામાં આવ્યા છે.
એક્ટ્રેસ કંગના રનૌત અને તેની બહેન રંગોલી (rangoli)રાજદ્રોહના એક કેસમાં તેનુ નિવેદન નોંધાવા બાંદ્રા પોલિસ સ્ટેશન (bandra police station)પહોંચી છે. મુંબઈ પોલીસ દ્વારા કંગના અને તેની બહેનને અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા હતા, ત્યારબાદ, બાંદ્રા કોર્ટના આદેશ બાદ હવે આખરે કંગના પોલીસ સ્ટેશન પહોંચી ગઈ છે.આ દરમિયાન કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકી પણ કંગનાની સાથે રહ્યા છે.
પોલીસ સ્ટેશન આવતા પહેલા કંગનાએ એક વીડિયો સંદેશ આપ્યો હતો કે તેનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટના આદેશ મુજબ કંગના અને તેની બહેન રંગોલી બાંદ્રા પોલીસ સ્ટેશન આવીને પોતાનું નિવેદન નોંધવાના હતા.
આપને જણાવી દઈએ કે 17 ઓક્ટોબર 2020 ના રોજ મુંબઈ પોલીસે બંને સમુદાયો વચ્ચે વિવાદ ઉભો કરવા અને અન્ય આરોપો માટે કંગના અને રંગોલી વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. કંગના પર ધાર્મિક ભાવના ભડકાવવા, કલાકારોને હિંદુ-મુસ્લિમોમાં વહેંચવાનો અને સામાજિક તિરસ્કારને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો.
કંગના અને તેની બહેન સામે આઈપીસીની કલમ 153 A (ધર્મના આધારે નફરત ભડકાવવાનો પ્રયાસ કરી), 295 A (કોમી ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કોશિશ) અને 124 A (રાજદ્રોહ) હેઠળ કેસ દાખલ કરાયો છે.
હાલ કંગના રનૌતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં કંગનાએ તેને ઇરાદાપૂર્વક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તે બાબતે નારાજગી વ્યક્ત કરી છે.
કંગના અભિનેતા સુશાંત રાજપૂતના નિધન બાદ એક પછી એક નિવેદન આપી ચર્ચામાં આવી હતી. કંગના રનૌત અને દિલજીત દોસાંઝ વચ્ચે કિસાન આંદોલનને લઇને તુતુ મૈંમેં થયુ હતુ. ત્યારે પણ કંગના ચર્ચામાં છવાઇ હતી. કંગના તેના અંગત જીવનને લઇને હંમેશા વિવાદોમાં રહે છે.