કોરોના (Corona)માં પોતાને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે સુરતી (Surat) અવનવા અખતરા કરતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે વાર તહેવારે ખાવાની વાનગીઓમાં પણ ઇમ્યુનિટી (Immunity )નો ઉમેરો કરી આરોગ્ય (Health)ની કાળજી લેવામાં પણ પાછળ નહિ રહેતા, તેવામાં હવે ઉત્તરાયણ (Uttarayan)માં ખવાતી વાનગીઓમાં પણ ઇમ્યુનિટી ચીકી (Immunity Ciki)નો ઉમેરો થયો છે.
સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટરનો ટ્રેન્ડ શરૂ થયો છે. તલ અને સિંગની ચીકી સાથે એક બે નહીં પરંતુ 17થી વધુ જાતની ચીજોનું વેચાણ શરૂ થયું છે. 150 વર્ષથી ચાલતી ચિકિની પેઢી ચલાવતા દીપા વાંકાવાલા જણાવ્યું હતું કે, ઉતરાણ પહેલાની ખાવાની વાનગીનો ધંધો એટલે ચીકીનો વેપાર… હાલ ગત વર્ષની સરખામણીમાં કોરોનાને કારણે ચીકી ધંધામાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોનાને કારણે લોકો ઇમ્યુનિટી બુસ્ટર તરફ વળી રહ્યા હોવાથી ઇમ્યુનિટી બૂસ્ટર ચીકી બનાવવાનું શરૂ કર્યું છે.
કાળા અને સફેદ તલમાં ભરપૂર શક્તિ રહેલી છે, તેની સાથે ગોળ ભેળવો એટલે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે કાળા અને સફેદ તલની ચીકી વધુ ડિમાન્ડ વધી છે.. આ ઉપરાંત ડ્રાયફ્રુટ પણ શરીર માટે સારા હોવાથી ડ્રાય ફુટની ચીકી, દાણા કે દાળિયા ચાવવા ગમતા નથી, તેથી ક્રશ કરેલા દાણાની માવા ચીકી ઇમ્યુનિટી બુસ્ટર ચીકી ઉપરાંત ઉતરાયણમાં પરંપરાગત રીતે ખાવાતી સીંગદાણા અને દાળિયાની ચીકી પણ બનાવીએ છીએ. જેની વિદેશોમાં પણ માંગ હોય છે. ગ્રાહકો પણ ઉત્તરાયણના બહાને દૂર દૂરથી આવી પોતાના પરિવાર અને મિત્રો માટે આ ચીકીની ખરીદી કરતા હોય છે.
આ ચીકીઓનો ભાવ પર નોર્મલ ચીકી જેટલો 30થી 40 રૂપિયા રાખવામાં આવ્યો છે. જેથી કોરાના કાળની આ પરિસ્થિતિ માં લોકો સરળતાથી ચિકિ ની ખરીદી કરી શકે..