સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા ઉછાળો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં રેકોર્ડ સ્તર વધારો થયો છે. જેમાં સેન્સેક્સ +689.19 પોઇન્ટ એટલે 1.43% ટકાના વધારા સાથે 48,782.51 પર બંધ થયો છે. તેમજ નિફ્ટી +209.90 પોઇન્ટ એટલે 1.48% ટકાના વધારા સાથે 14,347.25 પર બંધ રહી છે.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે મારુતિ, ટેક મહિન્દ્રા, વિપ્રો, યુપીલ અને ઇંફોસિસના શેરમાં લીલા નિશાન બંધ થયા છે. તેમજ ભારતી એરટેલ, હિંડાલ્કો, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ અને ગેલના શેર લાલ નિશાન પર બંધ રહ્યા છે.

સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે મેટલ અને પીએસયૂ બેન્કના સિવાય બધા સેક્ટર લીલા નિશાન પરે બંધ થયા છે. જેમાં એફએમસીજી, આઇટી, ફાર્મા, બેન્ક, રિયલ્ટી, મીડિયા, પ્રાઇવેટ બેન્ક, ફાઇનાન્સ સર્વિસિસ અને ઓટો પણ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here