કોરોના વેક્સીન (Corona Vaccine)ને લઇ ભારત (India)માં વધુ એક પગલું ભરાયું છે. ભારત બાયોટેક (Bharat Biotech) એ દેશમાં Nasal રસી (Vaccine)ના ટ્રાયલને મંજૂરી આપવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)ને પ્રપોઝલ મોકલી દીધું છે.

જો ટ્રાયલમાં Nasal રસીને સફળતા પ્રાપ્ત થાય છે તો દેશમાં કોરોનાની વિરૂદ્ધ જંગમાં મોટી સફળતા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આ રસીને ખભા પર ઇન્જેકશનથી નહીં પરંતુ નાક દ્વારા અપાય છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે આ વધુ અસરકારક હોય છે.

ભારત બાયોટેકે વૉશિંગ્ટન યુનિવર્સિટીની સાથે મળીને Nasal રસી પર રિસર્ચ કર્યું છે અને તેને તૈયાર કરી છે. એવામાં હવે ભારતમાં પહેલાં અને બીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી માંગવામાં આવી છે. કંપનીના મતે શરૂઆતમાં તેનું ટ્રાયલ નાગપુર, ભુવનેશ્વર, પૂણે અને હૈદરાબાદ જેવા શહેરોમાં કરાશે.

મળતી માહિતી પ્રમાણે આ રસીના ટ્રાયલ માટે 18 થી 65 વર્ષ સુધીના લોકોને વોલેન્ટિયર તરીકે લવાશે જેથી કરીને ટ્રાયલ સફળતાપૂર્વક ચલાવી શકાય.

કેટલી અસરકાર, કેવી રીતે કરશે કામ?

અત્યાર સુધી બજારમાં જે વેક્સીન આવે છે કે પછી જે વેક્સીનને ભારતમાં મંજૂરી મળી છે તેને ખભા પર ઇંજેકશન દ્વારા અપાય છે. જો કે Nasal વેક્સીનને નાક દ્વારા અપાય છે.

ભારત બાયોટેકની તરફથી પણ દાવો કરાયો હતો કે Nasal રસીને લઇ તેમણે જે રિસર્ચ કર્યું છે તેમાં આ વધુ અસરકારક સાબિત થઇ છે. જો આ બજારમાં સફળતાપૂર્વક આવે છે તો દેશમાં કોરોનાની વિરૂદ્ધ લડાઇમાં ગેમચેન્જર સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં કુલ બે રસીને ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે. પહેલી સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ તો બીજી ભારત બાયોટેકની કોવેક્સીન છે. દેશમાં ટૂંક સમયમાં જ મોટાપાયા પર રસીકરણની શરૂઆત થઇ શકે છે, શુક્રવારના રોજ દેશવ્યાપી ડ્રાઇ રન થઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here