હાલના સમયમાં પ્લાસ્ટી પર્યાવરણ માટે સૌથી જોખમી માનવામાં આવી રહ્યું છે પરંતુ પર્યાવરણ ઉપર વધુ એક ચીજ એવી છે જે આગામી સમયમાં ઘાતક પરિણામ લાવી શકે છે. દુનિયા ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે ઇલેક્ટ્રિનિક ઉપકરણો જીવનનો મજબૂત પર્યાય બન્યા છે તો બીજી તરફ સતત ટેક્નોલોજી અપગ્રેડેશનના કારણે વેસ્ટ જનરેટ પણ ખુબ ઝડપથી અને મોટી માત્રામાં થઇ રહ્યું છે .

ઈ વેસ્ટ આવનારા સમયમાં વિશ્વનો સૌથી મોટો પડકાર બને તો નવાઈ નહિ. સમગ્ર વિશ્વમાં વર્ષે 40 ટકાના દરે ઈ – વેસ્ટ વધી રહ્યો છે. કુલ કચરામાંથી  50 ટકા કચરો તો માત્ર એશિયા પેસેફિક રિજિયન ઉત્પન્ન કરે છે. આ સામે ચિંતાની વાત એ છે કે માત્ર 10 ટકા કચરાનું જ રિસાયક્લિંગ થઇ રહ્યું છે.


દેશમાં ઇ-વેસ્ટ જનરેશનમાં ગુજરાત ૮ માં ક્રમે છે.  ભારતમાં માત્ર 4.5 ટકા ઇ-વેસ્ટનું પ્રોપર રિસાયક્લિંગ થાય છે. વેસ્ટ રિસાયક્લિંગ માટે યોગ્ય પદ્ધતિને માર્ગદર્શિકા ન હોવાથી હાલમાં કચરો બેફામ રીતે ફેંકાઈ રહ્યો છે. એક અંદાજ  અનુસાર ભારતમાં પ્રત્યેક વ્યક્તિદીઠ વર્ષે 5.5 કીલોગ્રામ ઇ-વેસ્ટ જનરેટ કરે છે.

વધુ ઇ-વેસ્ટ જન

મુંબઇ 30%
મુંબઇ 30%
દિલ્હી 26%
બેંગ્લુરુ 13%
ચેન્નાઇ 11%


દેશમાં ઇ-વેસ્ટ રિસાયક્લિંગ માટે હાલમાં 352 કંપનીઓ કામ કરી રહી છે.  ઇ-વેસ્ટના યોગ્ય મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ માટે સરકારે ફ્રીજ, ટીવી, એસી, મોબાઇલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ ચીજોના ઉત્પાદકો માટે માટે ઘડેલા નિયમો અનુસાર 2018માં 10 ટકા પ્રોડક્ટ રિટર્ન લેવાનું ફરજિયાત કર્યું હતું. ભારતમાં એક્સચેન્જ કરતા ખુલ્લા બજારમાં પણ થોડો પણ ભાવ વધુ મળે તો કબાડીને વેચી દેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here