અનેકવાર આપણે એવી જગ્યાએ ફસાઈ જઈએ છીએ જ્યાં ઇન્ટરનેટ (Internet) કનેક્ટિવિટી નથી મળી શકતી. આવામાં આપણે આપણા દોસ્તો અથવા પરિવારવાળા સાથે લોકેશન (Location) શેર નથી કરી શકતા. જો કે અનેક એવી રીતો છે જેમાં લોકેશન શેર કરવા માટે તમારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી (Connectivity)ની જરૂરિયાત રહે છે.

આ રહી રીત

સ્માર્ટફોન (Smartphone) પર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવા પર યૂઝર (User)ને સૌથી પહેલા પોતાના ફોનમાં ગૂગલ મેપ ખોલવાનું રહેશે. ત્યારબાદ યૂઝરે ગૂગલ મેપ્સ પર લોકેશન જાણવાનું રહેશે. આ માટે તે કૉલોનીનું નામ, બ્લોક અને આસપાસ રહેતા લેન્ડમાર્કનો સહારો લઈ શકે છે. માની લો કે જેમકે યૂઝર અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તો તે ગલી નંબર અથવા બ્લોકને ગૂગલ મેપ પર શોધી શકે છે. ત્યારબાદ આસપાસ રહેલા લેન્ડમાર્ક પર પહોંચી જાય, જે ગૂગલ મેપ્સ પર દર્શાવવામાં આવી રહ્યું હોય.

લૉકેશનને કોઈ પણ સાથે શેર કરી શકો છો

ત્યારબાદ એ જગ્યા પર કેટલીવાર ટચ કરીને રાખે. આવું કર્યા બાદ તે લોકેશન પર રેડડૉટ બનીને આવશે. આવું કર્યા બાદ ફોન સ્ક્રીન પર નીચેની તરફ ત્રણ ઑપ્શન જોશે. પહેલું ડાયરેક્શન, બીજું શેર અને ત્રીજું સેવ. લોકેશન શેર કરવા માટે ત્રીજુ ઑપ્શન શેર પર ક્લિક કરો. ત્યારબાદ ટેક્સ્ટ મેસેજનો વિકલ્પ પસંદ કરો. હવે તમે આ લૉકેશનને કોઈ પણ સાથે શેર કરી શકો છો. આ ઉપરાંત ગૂગલ મેપમાં સ્ક્રીન પર લાલ રંગનું બિંદુ આવ્યા બાદ નીચે તરફ આપવામાં આવેલા ડાયરેક્શનનો ઉપયોગ કરી શકો છો. જો કે આમાં ધ્યાન આપવાની વાત એ છે કે ગૂગલ મેપ ફક્ત એ જ સ્થાન સુધી પહોંચીને રસ્તો બનાવી શકો છે, જે ગૂગલ મેપમાં પહેલાથી સેવ છે.

SMSથી લોકેશન મોકલવા માટે આરસીએસ સર્વિસ ઉપલબ્ધ

SMSથી લોકેશન મોકલવા માટે આરસીએસ સર્વિસ ઉપલબ્ધ છે. આ માટે આરસીએસ એટલે કે રિચ કૉમ્યુનિકેશન સર્વિસ રજૂ કરવામાં આવી છે. આ અંતર્ગત SMS દ્વારા બીજા યૂઝરને મલ્ટીમીડિયા કન્ટેંટ શેરિંગ જેવા લોકેશન મોકલી શકો છો. આનાથી તમે ઇન્ટરનેટ કનેક્શન વગર પણ લોકેશન મોકલી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here