ઇસ્લામિક આતંકવાદની વિરૂદ્ધ અવાજ ઉઠાવનાર ફ્રાન્સ (France) એ કાશ્મીરના મુદ્દા પર ભારતનું ખૂલીને સમર્થન કર્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિના સલાહકારે ગુરૂવારના રોજ કહ્યું કે ફ્રાન્સ કાશ્મીર (Kashmir) મુદ્દા પર ભારતનું સમર્થક રહ્યું છે. ફ્રાન્સ અને ભારતની વચ્ચે રણનીતિક વાર્ષિક સંવાદ માટે ભારત પ્રવાસે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોં (Emmanuel Macron)ના કૂટનીતિક સલાહકાર ઇમેનુઅલ બોન (Emmanuel Bonne) એ ચીન પર નિશાન સાંધતા કહ્યું કે ફ્રાન્સે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ચીન (China)ને કોઇપણ ‘પ્રકિયાગત રમત’ રમવાની મંજૂરી આપી નથી.

ચીનની વિરૂદ્ધ એકજૂથ થવું પડશે

ઇમેનુઅલ મેક્રોંના કૂટનીતિક સલાહકાર ઇમેનુઅલ બોન એ કહ્યું કે ચીન જ્યારે નિયમ તોડે છે તો આપણે ખૂબ જ મજબૂત અને ખૂબ જ સ્પષ્ટ થવું પડશે. હિન્દ મહાસાગરમાં આપણી નૌસેનાની હાજરીની પણ આ જ ભાવના છે. બોન એ કહ્યું કે ફ્રાન્સ ‘ક્વાડ’ (અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, અને ભારતનું ગ્રૂપ)ની નજીક છે અને ભવિષ્યમાં તેમની સાથે કેટલાંક નૌસૈનિક અભ્યાસ પણ કરી શકે છે.

‘અમને સંઘર્ષ નથી જોઇતો’

ફ્રાન્સીસ નૌસેનાના તાઇવાન સ્ટેટમાં પેટ્રોલિંગ કરનાર એકમાત્ર યુરોપીયન નૌસેનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ ઉશ્કેરવા માટે નથી પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું ફરજીયાત છે તેના પર જોર આપવા માટે કર્યું છે. બોન એ આગળ કહ્યું કે આપણ સંઘર્ષ તરફ આગળ વધવું જોઇએ નહીં, આપણે સંતુલન બનાવી ચાલવાનું છે, જેથી કરીને બધું શાંતિથી થઇ શકે.

Indiaને લઇ સ્પષ્ટ રહ્યા છીએ
તેમણે કહ્યું કે ભારત સમક્ષ દરેક ખતરાને લઇ અમે હંમેશા ખૂબ જ સ્પષ્ટ રહ્યા છીએ. પછી તે કાશ્મીર જ કેમ ના હોય, આપણે સુરક્ષા પરિષદમાં ભારતના પ્રબળ સમર્થક રહ્યા છીએ, અમે ચીનને કોઇપણ પ્રકારના પ્રક્રિયાત્મક રમત રમવા દીધા નથી. જ્યારે વાત હિમાલયના ક્ષેત્રોની આવે છે તો તમે અમારા નિવેદનોની તપાસ કરી લો, અમે સંપૂર્ણપણે સ્પષ્ટ રહ્યા છીએ. અમે જાહેરમાં શું કહીએ છીએ, તેમાં કોઇ અસ્પષ્ટતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here