ચટણી(Chutney) નું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે. અત્યાર સુધી તમે અનેક પ્રકારના અથાણા ટ્રાય કર્યા હશે. પરંતુ હવે અમે તમારા માટે ચીલી ફ્લેક્સ (chilli flakes) ના ચટણીની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચિલી ફ્લેક્સની ચટણી…
બનાવવાની રીત
સૌ પ્રથમ ગ્રાઇન્ડરમાં વરિયાળી અને રાઇને પીસી લો. હવે દરેક મસાલાને એક બાઉલમાં નીકાળીને રાખી લો. મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો. તેલ ગરમ થતા જ ગેસ બંધ કરીને તેલને ઠંડુ કરવા માટે રાખી લો. હવે ઠંડા તેલમાં હીંગ, દરેક મસાલા, અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે ચિલી ફ્લેક્સ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેમા વિનેગર ઉમેરી લો. તૈયાર છે ચિલી ફ્લેક્સનું ચટણી…રેડીમેડ ચિલી ફ્લેક્સની જગ્યાએ તમે સૂકા લાલ મરચાને તડકામાં સુકવીને 3 દિવસ બાદ ઘરે પીસીને ચિલી ફ્લેક્સ તૈયાર કરી શકો છો.
