વૉટ્સઅપ (Whatsapp) ફેબુ્રઆરી માસથી નવી પોલિસી લાવી રહ્યું છે. એ મુજબ વૉટ્સઅપ (Whatsapp) પોતાનો ડેટા પોતાની પેરેન્ટ કંપની ફેસબૂક સાથે શેર કરશે. ફેસબૂક ડેટા સલામત ન રાખવા માટે બદનામ છે. વૉટ્સઅપમાં પ્રાઈવસીનો અત્યાર સુધી ખાસ ઈસ્યુ નથી આવ્યો, પરંતુ વૉટ્સઅપ ડેટા ફેસબૂકને આપવા લાગે તો એ યુઝર્સ માટે જોખમી સાબિત થઈ શકે. કેમ કે વારંવાર સાબિત થયું છે કે ફેસબૂકમાં ડેટા સલામત નથી રહેતો.

બીજી તરફ વૉટ્સઅપ(Whatsapp) જગતની સૌથી લોકપ્રિય એપ છે, એટલે લોકો વૉટ્સઅપની દાદાગીરી પણ ચલાવીને તેનો વપરાશ કરે છે. જોકે માર્કેટમાં તેના વિકલ્પ તરીકે કેટલીક એપ આવી ચૂકી છે, જેમાં સૌથી વધારે મજબૂત વિકલ્પ સિગ્નલ છે. સિગ્નલ નામની એપ વૉટ્સઅપની (Whatsapp)માફક મેસેજિંગની જ સુવિધા આપે છે. વૉટ્સઅપના વિવાદ પછી સિગ્નલે ટ્વીટ કરી હતી કે યુઝર્સ અમારો ઉપયોગ કરે, અમે કોઈ સાથે ડેટા શેર નથી કરવાના.

સિગ્નલે સીધી રીતે કશું કહ્યા વગર વિગતો શેર કરી હતી કે વૉટ્સઅપ તમારો કેટલો ડેટા લીક કરે છે, ફેબસૂક કેટલો ડેટા લીક કરે છે અને સિગ્નલ પોતે કશો ડેટા લીક નથી કરતું. વળી ટેસ્લા મોટર્સના સ્થાપક સંશોધક અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કે જાહેર કર્યું કે હું તો વૉટ્સઅપને બદલે સિગ્નલ વાપરીશ. એ પછી દુનિયાભરમાં લાખો લોકએ સિગ્નલ ડાઉનલોડ કરવાની શરૂઆત કરી હતી. સિગ્નલનું સર્વર પણ તેનાથી જામ થયુ હતુ. વૉટ્સઅપ વર્સિસ સિગ્નલનો ટ્વિટર પર જંગ શરૂ થયો હતો.

અનેક ટેકનોલોજી નિષ્ણાતઓએ લખ્યુ હતું કે વૉટ્સઅપ કરતાં સિગ્નલ ક્યાંય સલામત છે. અત્યારે સલામત છે, પરંતુ ભવિષ્યમાં વપરાશ વધ્યા પછી એ પણ વૉટ્સઅપ જેવી ગરબડો શરૂ કરે તો અલગ વાત થઈ. વૉટ્સઅપ ફેસબૂકે ખરીદી લીધા પછી તેના મૂળ સ્થાપક પૈકીના એક બ્રાયન એક્ટને રાજીનામુ આપી દીધું હતું. તેણે મોક્સી માર્લિનસ્પાઈક સાથે મળીને સિગ્નલ ફાઉન્ડેશન સ્થાપ્યું છે. જેની એપ સિગ્નલ અત્યારે લોકપ્રિય બની રહી છે.

whatsapp

Whatsapp દ્વારા ધરાર સહમતી લેવાનો પ્રયાસ

સોશિયલ મીડિયા, વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન, ઓનલાઈન સર્વિસમાં યુઝર્સની સહમતી લેવાની જરૂરી છે. યુરોપ-અમેરિકામાં તો પ્રાઈવસીના કાનૂનો બહુ કડક છે, ભારતમાં એવા કડક નથી અને અમુક કિસ્સામાં કાનૂન જ નથી. એટલે વૉટ્સઅપ અત્યારે યુઝર્સને એવુ નોટિફિકેશન મોકલે છે કે જો 8 તારીખ સુધીમાં તમે અમારી શરત નહી માનો તો એકાઉન્ટ ડિલિટ કરીશું. વૉટ્સઅપની આ સીધી ધમકી છે. મફતમાં મળતી વૉટ્સઅપ સહિતની સેવાઓ યુઝર્સનો ડેટા વેચીને જંગી કમાણી કરી લે છે.

જોકે સામાન્ય વપરાશકારોને યુઝર્સ ડેટાની બહુ ચિંતા હોતી નથી. પરંતુ આજે જો વૉટ્સઅપની ધમકીને તાબે થવામાં આવશે તો ભવિષ્યમાં તેનું વર્તન વધારે બેફામ બનશે એ નક્કી છે. 2014માં ફેસબૂકે વૉટ્સઅપને 19 અબજ ડૉલરમાં ખરીદી લીધા પછી વૉટ્સઅપના વિવાદો વધ્યા છે, કેમ કે ફેસબૂક કે તેના સ્થાપક માર્ક મૂળભૂત રીતે વિશ્વાસપાત્ર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here