ખેડૂત આંદોલનને તોડવામાં મળેલી નિષ્ફળતાથી હાંફી ગયેલી મોદી સરકારે સુપ્રીમ કોર્ટ પર મુદ્દો છોડવાનો દાવ ખેલ્યો પણ ખેડૂતો તૈયાર ના થતાં મોદી સરકારની હાલત વધારે બગડી છે.

શુક્રવારની બેઠકમાં મોદી સરકાર વતી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મોદી સરકાર અને ખેડૂત સંગઠનો સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટને નિર્ણય લેવા માટે રજૂઆત કરે એવો ઠરાવ કરવા સંગઠનોને વિનંતી કરી.  ખેડૂત આગેવાનોએ આ દરખાસ્તને ફગાવીને સ્પષ્ટ કરી દીધું કે, અમે કોઈ કોર્ટમાં જવાના નથી કે કોઈ પણ કોર્ટ દખલ કરે એવી દરખાસ્ત સ્વીકારવાના નથી. અમે લડતાં લડતાં મરી જઈશું પણ કૃષિ કાયદા નાબૂદ ના થાય ત્યાં લગી આંદોલન કરીશું.

ખેડૂત સંગઠનો માને છે કે, મોદી સરકાર આંદોલનનો અંત લાવવા અને સમય પસાર કરાવવા માટે આ બધાં નાટક કરે છે. સુપ્રીમ કોર્ટમાં તેને એટલો જ વિશ્વાસ હોય તો કોર્ટની કૃષિ કાયદાનો અમલ મોકૂફ રાખવાની વાત કેમ નથી સ્વીકારી ? મોદી સરકાર કાયદાનો અમલ મોકૂફ રાખે પછી ખેડૂતો આ મુદ્દે વિચારશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here