બ્રિટનની કોર્ટેમાં ભારતમાંથી ફરાર થયેલા હીરાનાં વેપારી નીરવ મોદીનાં પ્રત્યાર્પણનાં કેસની સુનાવણી પુરી કરી છે, આશા છે કે બ્રિટનની કોર્ટ નિરવ મોદી અંગે આગામી 25 તારીખે પોતાનો ચુકાદો સંભળાવશે, નીરવ મોદીનાં ભારતને પ્રત્યાર્પણનાં કેસમાં બ્રિટનની કોર્ટમાં છેલ્લી સુનાવણીમાં જણાવવામાં આવ્યું કે કે ભાગેડું હીરાનાં વેપારી નીરવ મોદી એક પોન્ઝી જેવી સ્કીમ ચલાવી રહ્યા હતાં, જેનાં કારણે ભારતની પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી થઇ.

સીપીસીનો ભાર છેતરપિંડીનાં કેસ પર
કેસમાં બ્રિટનની ક્રાઉન પ્રસોસિક્યુશન સર્વિસ ભારતીય ઓથોરીટી તરફથી દલીલો કરી રહી હતી, સીપીસીનો ભાર પહેલી નજરમાં છેતરપિંડીનાં કેસ પર છે, તેની સાથે જ મની લોન્ડ્રિંગનો કેસ પર પણ ભાર આપવમાં આવી રહ્યો છે, જેથી કેસમાં ન્યાય મેળવી શકાય, કેસમાં બે દિવસની સુનાવણીનાં બીજા દિવસે પણ આ દલીલ કરવામાં આવી.

નીરવ મોદીએ દક્ષિણ-પશ્ચિમ લંડન સ્થિત વૈડસવર્થ જેલમાંથી વિડિયો લિંક દ્વારા આ સુનાવણીમાં ભાગ લીધો, જિલ્લા ન્યાયાધીશ સેમ્યુઅલ ગુજીએ આ કેસમાં પુરાવા જોયા, આ પુરાવા આ કેસમાં ગત વર્ષે થયેલી સુનાવણી દરમિયાન પહેલાથી લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.