અમેરિકી સંસદ પરિસરમાં થયેલી હિંસા બાદ માઈક્રો બ્લોલિંગ વેબસાઈટ ટ્વિટરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર્સનલ એકાઉન્ટને સસ્પેન્ડ કર્યુ છે. અમેરિકામાં થયેલી હિંસા સમયે ટ્રમ્પ ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાગેલા પ્રતિબંધને અનિશ્ચિત સમય રાખવામાં આવ્યુ છે.જોકે ટ્વિટરે ટ્રમ્પના એકાઉન્ટને  હિંસાને વધુ ભડકાવવાના જોખમની આશંકાએ કાયમી સસ્પેન્ડ કરી દીધું છે.

આ બાબતે ટ્વિટર તરફથી સ્પષ્ટતા આપવામાં આવી અને કહેવાયુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટથી થયેલા ટ્વિટ અને તેના સંદર્ભોની સમીક્ષા બાદ એકાઉન્ટને કાયમી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે..ટ્વિટર દ્વારા લેવાયેલા પગલા બાદ ટ્રમ્પ પોતાના એકાઉન્ટને ખોલી નહી શકે. તેમના ટ્વિટ અને પ્રોફાઈલ ફોટો હટાવી દેવાયા છે. એકાઉન્ટ સસ્પેન્ડ થતા પહેલા ટ્રમ્પના 88.7 મિલિયન ફોલોઅર્સ હતા.

  • ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ
  • કેપિટલ બિલ્ડિંગમાં થયેલી હિંસા બાદ ટ્વિટર દ્વારા લેવાયા પગલા
  • ટ્રમ્પના ટ્વિટ અને સંદર્ભોને લઈને સમીક્ષા બાદ એકાઉન્ટ સસ્પેન્ડ
ટ્રમ્પ

હા, હું હારી ગયો, અંતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઝૂક્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના તોફાની શાસનના અંતિમ કૃત્ય એવા અમેરિકન સંસદ પર હુમલા માટે સમર્થકોને ઉશ્કેર્યા પછી ગુરૂવારે આખરે રાજકીય અંતનો સ્વીકાર કરી લીધો છે. અમેરિકન સંસદ પર હુમલા પછી પ્રમુખ ટ્રમ્પને તાત્કાલિક અસરથી સત્તા પરથી દૂર કરવા માટે ડેમોક્રેટ સાંસદોએ ઉપપ્રમુખ માઈક પેન્સ કેબિનેટ પર દબાણ વધાર્યું છે. સ્પીકર નેન્સી પેલોસીએ જણાવ્યું હતું કે સંસદ પર હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પ એક દિવસ પણ પ્રમુખપદે રહેવા સક્ષમ નથી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા પર હવે માંડ 12 દિવસનો સમય બાકી છે ત્યારે સ્પીકર નેન્સી પેલોસીએ ટ્રમ્પ કેબિનેટને ચેતવણી આપી છે કે ઉપપ્રમુખ માઈક પેન્સ અને કેબિનેટ 25મા અમેન્ડમેન્ટનો ઉપયોગ કરીને ટ્રમ્પને તાત્કાલિક અસરથી સત્તા પરથી નહીં હટાવે તો સંસદ આગામી સપ્તાહે ટ્રમ્પ સામે ઐતિહાસિક બીજી ઈમ્પિચમેન્ટ કાર્યવાહી હાથ ધરવા વિચારણા કરશે.

ટ્રમ્પ

પોતાની સામે ઐતિહાસિક બીજી ઈમ્પિચમેન્ટ કાર્યવાહી, તેમના રાજીનામા માટે ઊઠતી માગો, સાથી મંત્રીઓના રાજીનામા, સમર્થકોને ઊશ્કેરવા બદલ સંભવિત કાયદાકીય કાર્યવાહી અને તેમની માનસિક સિૃથતિ અંગે ઊભા થયેલા સવાલો વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે ઘૂંટણીયે પડતા હોય તેમ આખરે પોતાની હાર અને ચૂંટણીના પરિણામોને સ્વિકારી લીધા હતા અને ચૂંટાયેલા પ્રમુખ બાઈડેનને સત્તાની સરળ સોંપણી માટે તૈયારી દર્શાવી હતી. દરમિયાન સંસદ પર હુમલાની ઘટનામાં એક પોલીસ અિધકારીનું મોત નીપજતાં કુલ મૃત્યુઆંક વધીને પાંચ થયો છે. બીજીબાજુ ફેડરલ અિધકારીઓએ ટ્રમ્પ સમર્થકો વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ કરવાની સંભાવનાઓ તપાસવાનું શરૂ કર્યું છે.

અમેરિકાના પ્રમુખપદેથી વિદાય થવાના 13 દિવસ પહેલાં આખરે ડોનાલ્ડ ટ્રમ્પે સાથી રિપબ્લિકન સાંસદોના દબાણ અને ઈમ્પિચમેન્ટના ડરથી ચૂંટણી પરિણામો સ્વીકાર્યા હતા અને ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડેનને સત્તાના સરળ હસ્તાંતરણ માટે સંમતિ દર્શાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here