મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની પિપલ્સ મેડિકલ કૉલેજમાં કોરોનાની રસી લીધા બાદ એક વોલન્ટિયરનું નવ દિવસ બાદ મરણ થતાં ચકચાર મચી ગઇ હતી. 47 વર્ષના દીપક મરાવીએ ડિસેંબરની 12મીએ પિપલ્સ મેડિકલ કૉલેજમાં ટ્રાયલ રસી લીધી હતી. રસી લીધાના નવ દિવસ બાદ એ જમાલપુરા સ્થિત સુબેદાર કોલોનીમાં પોતાના ઘરમાં મરેલા મળી આવ્યા હતા. પોલીસે તરત આ ઘટનાની તપાસ શરૂ કરી હતી.

22મી ડિસેંબરે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મરનારના શરીરમાં ઝેર હોવાનું પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ આવ્યો નહોતો. દીપકનું મરણ કોરોનાની રસીની આડઅસરથી થયું કે બીજા કોઇ કારણથી થયું એ આખરી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણવા મળશે એમ પોલીસે કહ્યું હતું.

કોરોના

મરનારના પુત્ર આકાશે પોલીસને જણાવ્યા મુજબ 19મી ડિસેંબરે મારા પિતાને અસ્વસ્થતા જેવું લાગ્યું હતું. તેમને બેચે, ગભરાટ અને જીવ મૂંઝાતો હોય એવી ફરિયાદ તેમણે કરતાં અમે પિપલ્સ મેડિકલ હૉસ્પિટલમાં એક કરતાં વધુ ફોન કર્યા હતા પરંતુ કોઇએ ફોન લેવાની પરવા કરી નહોતી.

મારા પિતાએ સામાન્ય બીમારી સમજીને કોઇ ડૉક્ટરની સલાહ પણ લીધી નહોતી. કોરોનાની રસી લીધા બાદ એ કામ પર જતા નહોતા. એ કોરોના પ્રોટોકોલનું સતત પાલન કરતા હતા. પોલીસની તપાસ ચાલુ હતી. પિપલ્સ મેડિકલ કૉલેજના પ્રવક્તા ઉપલબ્ધ નહોતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here