ઉત્તરાયણ પહેલા ડીસામાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો.પોલીસે બાતમીને આધારે ટેમ્પામાંથી ચાઈનીઝ દોરીનો માલ ઝડપ્યો હતો.ડીસાના વેપારી દ્વારા ચાઈનીઝ દોરીઓ કાંકરેજના વેપારીઓને પહોંચાડવાની હતી.પોલીસે 23 દોરીના કાર્ટૂન સહિત ટેમ્પો જપ્ત કર્યો હતો.પોલીસે 3.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ડીસાના વેપારી પ્રવીણ ઠક્કર સહિત 7 ઈસમો સામે ફરિયાદ કરાઇ હતી.

હિંમતનગર પોલીસે 1.80 લાખની કિંમતનો ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો
સુપ્રીમ કોર્ટે ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં હજુ પણ માર્કેટમાં તેનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ત્યારે હિંમતનગર પોલીસે 1.80 લાખની કિંમતના ચાઇનીઝ દોરીના જથ્થાને ઝડપી પાડ્યો છે.

હિંમતનગર બી ડિવિઝન પોલીસને બાતમી મળી કે બંધ વાનમાં ચાઇનીઝ દોરીનો જથ્થો વેચાણ માટે આવી રહ્યો છે. જેના આધારે પોલીસે બસ સ્ટેશન નજીકથી પિકઅપ વાન ઝડપી પાડી. જેમાંથી 15 બોક્સમાંથી ચાઇના દોરીની ફિરકીઓ મળી આવતા પોલીસે તે દોરી લાવી રહેલા 5 લોકોને ઝડપી પાડ્યા.