અમદાવાદમાં ધોરણ 10 અને 12ના 60થી 70 ટકા વિદ્યાર્થીઓના વાલીઓએ બાળકોને સ્કૂલે મુકવાની સંમતિ આપી છે.દિવ્યાપથ સ્કૂલમાં ધોરણ 10 અને 12ના 80 ટકા કરતા વધુ વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા તૈયાર થયા છે.તો લીલાપુર માધ્યમિક સ્કૂલના 31માંથી 16 વિદ્યાર્થીઓ શાળામાં આવશે.પ્રેમ વિદ્યામંદિર ચાણકયપુરીના 60 માંથી 40 વિદ્યાર્થીઓ સ્કૂલમાં જશે.CBSE સ્કૂલોમાં પણ 70 ટકા કરતા વધુ વાલીઓએ સંમતિ આપી છે.

CBSE શાળાઓ 18 તારીખે શરૂ થશે
પરીક્ષાઓ નજીક હોવાથી અને ઉત્તરાયણને લઈને મોટા ભાગની CBSE સ્કૂલો 18 તારીખે શરૂ થશે.ગ્રામ્ય વિસ્તારમાં 80 ટકા વાલીઓ બાળકોને સ્કૂલે મુકવા તૈયાર થયા છે.બોર્ડની પરીક્ષા હોવાથી વાલીઓએ વિદ્યાર્થીઓને સ્કૂલે મુકવાની સંમતી બતાવી છે.