બોલિવૂડ સિંગર મોનાલી ઠાકુરના પિતા શક્તિ ઠાકુરનુ નિધન થઇ ગયુ છે. તે સિંગર સાથે એક્ટર પણ હતા. મોનાલીએ આ જાણકારી સોશ્યલ મિડીયા દ્વારા ફેન્સને આપી છે. તેણે ભાવૂક કરી દેનારી પોસ્ટ મુકી છે, સાથે જ કેટલીક તસવીર શેર કરી છે જેમાં તે પોતાના પિતા સાથે નજરે પડે છે.
- મોનાલી ઠાકુરના પિતાનું થયુ નિધન
- પિતા માટે લખી ઇમોશનલ પોસ્ટ
- વાંચીને તમારી આંખો પણ છલકાઇ જશે

મોનાલીએ લખ્યું કે, શ્રી શક્તિ ઠાકુર મારા પિતા, મારુ સર્વસ્વ, મારા અસ્તિત્વનુ કારણ, મારા આલોચક મારા ટીચર, ગઇ કાલે અમને છોડીને જતા રહ્યાં. મે મારા જીવનમાં તેમનાથી વિનમ્ર વ્યક્તિ નથી જોયો.
તમારી વિનમ્રતાએ મને હંમેશા ચોંકાવી દીધી છે. બાબા તમારા લીધે જ મે સપના જોવાનુ શરુ કર્યુ અને તમારી તાકાતે જ મને મજબૂત બનાવી. આજે માર દિલ ટુટી ગયુ છે પણ મને તમારી દીકરી હોવા પર ગર્વ છે. હું જીવનમાં કંઇ પણ કરીશ તેના માટે હંમેશા તમને ગર્વ રહેશે.
હું જાણુ છુ કે આ ધરતી પર એવુ કોઇ નથી જે મને તમારાથી વધારે પ્રેમ કરી શકશે. તમે અમને ક્યારેય કોઇ તકલીફ નથી આપી, એક રાજાની જેમ દુનિયા છોડીને ગયા. હું તમને ખુબ પ્રેમ કરુ છુ બાબા, તમે મારા એન્જલ છો, નેગેટિવ વસ્તુઓથી મને બચાવશો. હું તમને પહેલાથી વધારે અનુભવુ છું.