એપલની નવી પ્રાઇવસી લેબલ્સ ફીચરના કારણે હવે તે જાણવું સહેલું છે કે કઈ એપ્લિકેશનો કયા વપરાશકર્તા ડેટાને એકત્રિત કરે છે. છેલ્લા કેટલાક દિવસમાં પ્રાઇવસી પૉલિસી (Privacy Policy)માં બદલાવ કરીને WhatsApp ચર્ચામાં છે. આ અપડેટ કરીને વપરાશકર્તાઓએ 8 ફેબ્રુઆરી સુધીમાં સ્વીકારવી પડશે. જે વપરાશકર્તાઓ તેને સ્વીકારતા નથી તેઓએ સીધું એકાઉન્ટ ડીલીટ કરી નાખવું પડશે.

નવી પ્રાઇવસી પૉલિસી અનુસાર WhatsApp પાસે પહેલા કરતા ડેટાનું મોનિટરિંગ રહેશે અને તેને ફેસબુકની અન્ય સેવાઓ સાથે શેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં, અહીં અમે તમને WhatsApp, ફેસબુક મેસેંજર, આઈમેસેજ, સિગ્નલ અને WhatsApp, Facebook Messenger, iMessage, Signal, Telegram ટેલિગ્રામ દ્વારા એકત્રિત કરવાના વપરાશકર્તા ડેટાની સૂચિ જણાવી રહ્યા છીએ.

જેથી તમારા ડેટા પર કઈ મેસેજિંગ એપ્લિકેશન જઈ રહી છે તે વિશે તમારી પાસે માહિતી આવે. આ સિવાય તમે એ પણ સમજી શકશો કે જો તમે વોટ્સએપની નવી પોલિસીને સ્વીકારવા માંગતા ન હોવ તો કઈ નવી એપમાં શિફ્ટ થઇ શકો છો.

વોટ્સએપ તમારું આઇડેન્ટિફિકેશન, યૂસેજ ડેટા, પરચેઝ ડેટા, લૉકેશન, કૉન્ટેક્ટ, યૂઝર કૉન્ટેક્ટ, યૂઝર આઈડી, ડિવાઇસ આઈડીથી લઇને લગભગ તમામ પ્રકારનો પર્સનલ ડેટા કલેક્ટ કરે છે, પરંતુ Signal આમાંથી કોઈ પણ ડેટા નથી કલેક્ટ કરતુ. એપલ એપ સ્ટોર પર હાલમાં જ એપ પ્રાઇવસી અંતર્ગત Data Linked To You ફીચર આવ્યું છે. અહીં જઇને તમે જોઈ શકો છો કે Signal કયા પ્રકારના ડેટા કલેક્ટ કરે છે. અહીં સ્પષ્ટ રીતે તમને એ લખેલું જોવા મળશે કે આ એપ ફક્ત તમારા ફોન

Whats App
ડિવાઇસ ID, યૂઝર ID, જાહેરાત ડેટા, પરચેઝ હિસ્ટ્રી, લોકેશન, ફોન નંબર, ઈ – મેઈલ એડ્રસ, સંપર્કો, ઉત્પાદન ક્રિયાપ્રતિક્રિયા, ક્રેશ ડેટા, પ્રદર્શન ડેટા, અન્ય ડાયગ્નોસ્ટિક ડેટા, ચુકવણીની માહિતી, ગ્રાહક સેવા

સિગ્નલ (Signal)

– કંઈ નહીં. (વ્યક્તિગત ડેટા તરીકે, સિગ્નલ ફક્ત તમારો ફોન નંબર સ્ટોર કરે છે અને એપ્લિકેશન તેને તમારી ઓળખ સાથે લિંક કરવાનો કોઈ પ્રયાસ કરતી નથી.)

Telegram
સંપર્ક માહિતી, સંપર્કો, યૂઝર ID

iMessage
ઈ – મેઈલ એડ્રસ, ફોન નંબર, સર્ચ હિસ્ટ્રી, ડિવાઇસ ID

આ યાદીને જોઈને સમજી શકાય છે કે ફેસબુક મેસેન્જર તમારી પાસેથી વધુ ડેટા એકત્રિત કરે છે અને પછી વોટ્સએપનો નંબર આવે છે. સિગ્નલ (Signal)ફક્ત તમારા ફોન નંબર સિવાયના કોઈપણ ડેટા માટે તમને પૂછશે નહીં. આવી સ્થિતિમાં, આ એપ્લિકેશન પ્રાઇવસીની દ્રષ્ટિએ વધુ સલામત ગણી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here