ખાસ કરીને શિયાળામાં ચા કે ચટની સાથે પરાઠા ખાવાનું પસંદ કરવામાં આવે છે. એવામાં તમે પણ પરાઠાનો સ્વાદ લેવા માંગો છો તો આજે અમે તમારા માટે એક બેસ્ટ પરાઠાની રેસીપી લઇને આવ્યા છીએ જે બનાવવામાં સહેલા અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય આલૂ-પ્યાજ પરાઠા…

બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં લોટ, મીઠું અને પાણી ઉમેરીને નરમ લોટ ગૂંથી લો. એક વાસણમાં બટેટા, ડુંગળી અને દરેક સામગ્રી મિક્સ કરી લો. પરાઠા માટે સ્ટફિંગ તૈયાર છે. હવે લોટના લૂઆ તોડીને એક લૂઓ લો અને તેને વણી લો. તેની પર સ્ટફિંગ મુકીને વાળી લો અને ફરીથી વણી લો. હવે મીડિયમ આંચ પર તવો ગરમ કરી લો અને તેલ લગાવો અને પરાઠા શેકી લો. આ રીતે દરેક પરાઠા તૈયાર કરી લો. તૈયાર છે આલૂ પ્યાજ પરાઠા, જેને તમે દહીં અને ચટણીની સાથે સર્વ કરી શકો છો.