વર્ષ 2020-21નું ITO ફાઈલ કરવા માટે હવે તમારી પાસે માત્ર બે દિવસનો જ સમય છે. 9 અને 10 જાન્યુઆરી. તે બાદ જો તમે રિટર્ન ફાઈલ કરશો તો તમારે ડબલ દંડ ભરવો પડશે. જણાવી દઈએ કે, કોરોનાને કારણે રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારી 31 ડિસેમ્બર 2020 કરવામાં આવી હતી. અને હવે 10 જાન્યુઆરી 2021 થઈ ગઈ છે. એટલે કે શુક્રવારે બપોરે 10 કલાક સુધીમાં 5 કરોડથી વધુ ITR ફાઈલ કરાઈ ચૂક્યા છે. તેમજ આજે બપોર 12 કલાક સુધીમાં 2,09,235 ITR દાખલ કરવામાં આવી હતી. જો તમને હજી મોડું થાય તો સાવધાન થઈ ITR જલ્દી ફાઇલ કરો. તમે જાતે પણ આવકવેરા રીટર્ન ઓનલાઇન પણ ફાઇલ કરી શકો છો. તે પહેલાં તમારે કેટલાક દસ્તાવેજો તૈયાર રાખવા પડશે.


જો તમે નોકરીયાત છો તો ફોર્મ 16 A એમ્પ્લોય પાસેથી જરૂર લઈને જાવ. તેમાં કાપવામાં આવેલ ટેક્સ અને તમારા દ્વારા એમ્પ્લોયનેજમા કરાયેલ વિગતોનું વિવરણ થાય છે. આ ઉપરાંત નોકરીયાત, પેંશનધારક અને સ્વરોજગાર કરનાર માટે બેંકના ફોર્મ 15 H ભરીને આપવું અને તેના વ્યાજનું સર્ટિફિકેટ લઈને રાખવું. ફોર્મ 15 H એક પ્રકારનું ઘોષણાપત્ર છે જેમાં આ વાતની જાણકારી હોય છે કે તમારી આવક દાયરામાં નથી. એવું ન થવા પર બેંક TDS કાપી લે છે. અને 10 હજાર રૂપિયાથી લઈને વધુ પર વ્યાજ પર ટેક્સ લગાવવામાં આવે છે. એવામાં વ્યાજ સર્ટિફિકેટ રાખવાથી આકલન કરવામાં સરળતા રહે છે. આ ઉપરાંત વીમા પોલિસીમાં રોકાણનું વિવરણ, હોમ લોનની EMI અને ટેક્સ ફ્રીવાળા અન્ય રોકાણના દસ્તાવેજ તૈયાર રાખવા જોઈએ. તેનાથી ઓનલાઈન રિટર્ન ભરવામાં પરેશાની પણ નહીં થાય. સાથે જ સમય પણ ઓછો લાગે છે.

આવી રીતે ઓનલાઈન ભરો ITR

1 ઈન્કમ ટેક્સના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈ અને યૂઝર ID, પાસવર્ડ અને કેપ્ચ કોડ સાથે લોગીન કરો.
2 e-File મેનુ પર ક્લિક કરી અને તેના ‘Income Tax Return’ના લીંક પર ક્લિક કરો.
3 ઈન્કમ ટેક્સ રિટર્ન પેજ પર પેન ભરેલું દેખાશે.
4 હવે અસેસમેંટ ઈયર, ITR ફોર્મ નંબર, ફાઈલિંગ ટાઈપમાં ‘ઓરિજનલ/રિવાઈજ્ડ રિટર્ન’ સિલેક્ટ કરો. ત્યારબાદ સબમિશન મોડમાં ‘પ્રીપેઈડ એંડ સબમિત ઓનલાઈન’ પર ક્લિક કરો.
5 બાદમાં ‘Continue’ પર ક્લિક કરો. અને દિશા-નિર્દેશોને  સાવધાનીથી વાંચી અને ફોર્મ ભરો.
6 ફોર્મ ભર્યા બાદ ‘ટેક્સ પેડ એન્ડ વેરિફિકેશન ટેબ’ યોગ્ય ચકાસણી વિકલ્પ પસંદ કરો.
7. પછી 'પ્રીવ્યૂ અને સબમિટ' બટન પર ક્લિક કરો.
8  જો તમે 'ઇ-વેરિફિકેશન' પસંદ કર્યું છે, તો પછી તમે EVC અથવા OTP બંનેમાંથી ઇ-વેરિફિકેશન પૂર્ણ કરી શકો છો.
9. જો તમારો પાન આધાર સાથે લીંક થયેલ છે અને મોબાઇલ નંબર જોડાયેલ છે તો OTP સાથે ઇ-વેરિફિકેશન પૂર્ણ કરો.
10 એકવાર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી તમે ITR સબમિટ કરી શકો છો.
 

11 જાન્યુઆરી બાદ થશે 10,000 રૂપિયાનો દંડ
તમને જણાવી દઈએ કે જો તમે સમયસર ઈન્કમ ટેર્સ રિટર્ન નહીં કરો તો વિભાગ દ્વારા દંડ થઈ શકે છે. જો ટેકેસ ચૂકવનાર 10 જાન્યુઆરી પછી ફાઈલ કરે તો 10, 000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત ટેક્સ ચૂકવનારની આવક 5 લાખથી વધુ ન હોવી જોઈએ. તેમને લેટ ફી સ્વરૂપે 1000 રૂપિયા આપવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here