સિંઘમ ફેમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ ખુબ જલ્દી લગ્ન કરવાની છે. કાજલના ફેન્સ માટે આ ખુશખબરની સાથે સરપ્રાઇઝ પણ છે. એક્ટ્રેસના પરિવારજનો તેના માટે છોકરો શોધી રહ્યાં હતા પરંતુ હવે તેમની તલાશ પૂર્ણ થઇ છે.

  • કાજલ કરશે ગૌતમ સાથે લગ્ન
  • 30 ઓક્ટોબરે મુંબઇમાં થશે લગ્ન 
  • પ્રાઇવેટ સેરેમનીમાં બંધાશે સંબંધ

કાજલે સોશ્યલ મિડીયા પર આ ખુશખબર આપ્યા છે. કાજલ બિઝનેસમેન ગૌતમ કીચલુ સાથે સાત ફેરા લેશે. તેણે ઇન્સ્ટા પર ગુડ ન્યુઝને શૅર કરી છે. કાજલે એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે તે ક્યાં લગ્ન કરવાની છે. 

30 ઓક્ટોબરના રોજ એક્ટ્રેસ લગ્નના તાંતણે બંધાશે. મુંબઇમાં એક નાની અને પ્રાઇવેટ સેરેમનીમાં જ તેઓ લગ્ન કરશે જેમાં માત્ર પરિવારના લોકો જ સામેલ થશે. કોરોનાના કારણે કાજલે આ નિર્ણય લીધો છે. 

કાજલ છેલ્લા 16 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. તેણે ક્યોં હો ગયા ના થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યુ હતુ. બાદમાં તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળી હતી. તે સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ છે. તે હિન્દી સિનેમામાં પણ પોતાની એક આગવી ઓળખ બનાવી ચૂકી છે 

કાજલને સિંઘમમાં અજય દેવગણ સાથે આપણે જોઇ હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગ દર્શકોના દિલમાં તેની એક અલગ જગ્યા બનાવી ગઇ. સિંઘમ સિવાય કાજલે સ્પેશિયલ 26 અને દો લબ્ઝો જેવી હિન્દી ફિલ્મમાં કામ કર્યુ છે. 

તમને જણાવી દઇએ કે, કાજલની નાની બહેન નિશા અગ્રવાલ પણ એક્ટ્રેસ છે. નિશાના લગ્ન 2013માં થઇ ગયા હતા. તેણે પણ  મુંબઇ બેઝ્ડ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા અને હવે તેમનો એક દિકરો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here