થોડા સમય માટે બિટકોઇનના ભાવમાં ઘણો વધારો થયો છે. બિટકોઇન તરફ રોકાણકારોનું આકર્ષણ ઝડપથી વધ્યું છે. બિટકોઇને પણ રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષોની વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન બિટકોઇને લગભગ 9213 % વળતર આપ્યું છે. એટલે કે, જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા બિટકોઇનમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો હવે તેઓ લગભગ 93 લાખ રૂપિયા થયા છે. આ સમયે બિટકોઇનની કિંમત લગભગ 37,384.24 અમેરિકી ડોલર (27,32,133.72 રૂપિયા) છે.જાન્યુઆરી 2016ના 29.34 હજાર રૂપિયાનું હતું બિટકોઈન દેશના સૌથી જૂના અને સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા બિટકોઇન અને ક્રિપ્ટો એસેટ એક્સચેંજ, ઝેબપેના જણાવ્યા અનુસાર, વિશ્વવ્યાપી બિટકોઇનમાં એક % કરતા પણ ઓછા ભારતીયો પાસે છે. 5 વર્ષ પહેલાં એટલે કે, 7 જાન્યુઆરી 2016 ના રોજ 1 બિટકોઇનની કિંમત 441.02 ડોલર હતી. જ્યારે 7 જાન્યુઆરી,2020 સુધીમાં તે વધીને 37,384.24 ડોલર (27.32 લાખ રૂપિયા) થઈ છે.
એક મહિનામાં બિટકોઈને આપ્યું 934 % રિટર્ન એક મહિના પહેલા 7 ડિસેમ્બર2020માં આ 19141.2 ડોલર (14.12 લાખ રૂપિયા) હતું. એટલે કે માત્ર 1 મહિનામાં જ રોકાણકારોને 932 % રિટર્ન આપવામાં આવ્યું છે. તેમજ સોનામાં 7 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ 50,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. પરંતુ 7 જાન્યુઆરીના એ વધીને 53,540 રૂપિયા થયું છે. એટલે કે 1 મહિનામાં સોનાએ 5.15 %નું રિટર્ન આપ્યું છે. વર્ષ 2020માં 298 % વધારો થયો વર્ષ 2020માં આની કિંમત 298 % વધી ગઈ છે. પરંતુ નફા માટે રોકાણકારોએ તેના તરફ વળ્યા છે. જેને લઈને તેની કિંમતમાં વધારો થયો છે. નવેમ્બર મહિનામાં આનો ભાવ 18 હજાર ડોલરના સ્તર પર હતો. આ માટે આવી તેજી તાજેતરમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે, ત્યારબાદ ક્રિપ્ટોકરન્સી માટે રોકાણકારોનો ક્રેઝ વધ્યો છે. ઓગસ્ટમાં સોનું 10 ગ્રામ દીઠ રૂ. 56,200 ના સ્તરે હતું,પરંતુ ત્યારબાદ તેમાં લગભગ 6,000 રૂપિયાનો ઘટાડો થયો છે. US બેંક જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની અનુસાર, મુખ્ય પ્રવાહના નાણામાં ક્રિપ્ટોકરન્સીનો ઉદય એ વાસ્તવિક કારણ છે. શું છે ક્રિપ્ટોકરન્સી ક્રિપ્ટોકરન્સી એક એવી કરન્સી છે જેને તમે જોઈ શકતા નથી. સીધી શબ્દોમાં તમે તેને ડિઝીટલ રૂપિયા કહી શકો છે. ક્રિપ્ટોકરન્સીને કોઈ બેંક જાહેર કરતી નથી. તેને જાહેર કરવા વાળા જ તેને કંટ્રોલ કરે છે. તેનો ઉપયોગ ડિઝિટલ વિશ્વમાં થાય છે. 2018માં ભારતીય રિઝર્વ બેંકે લગાવ્યો બેન જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2018 માં એક સર્ક્યુલર જારી કરી ક્રિપ્ટોકરંસીના ઉદ્યોગ પર બેન લગાવ્યું હતું. પરંતુ માર્ચ 2020માં સુપ્રીમ કોર્ટે વર્ચુઅલ કરંસી જેને ક્રિપ્ટોકરંસી પણ કહેવાય છે. તેના ટ્રેડને મંજૂરી આપી હતીય કોર્ટના આ આદેશ બાદ વર્ચ્યુઅલ કરંસી જેવા બિટકોઈનમાં કાયદાકીય રીતે લેન-દેન કરવામાં આવે છે.
ભારતમાં ક્રિપ્ટોકરંસી ખરીદવા-વેચવા પર થાય છે 10 વર્ષની જેલ ક્રિપ્ટોકરંસી પર પ્રતિબંધ અને અધિકારિક ડિઝિટલ મુદ્રા વિધેયકે, 2019ના ડ્રાફ્ટમાં આ પ્રસ્તાવ આપ્યો હતો કે દેશમાં ક્રિપ્ટોકરંસીના ખરીદ વેચાણ કરતા લોકોને 10 વર્ષની જેલની સજા થશે. ડ્રાફ્ટ અનુસાર, જે ક્રિપ્ટોકરન્સી બનાવશે, તેને વેચશે, ક્રિપ્ટોકરન્સી રાખે છે, તેને કોઈને મોકલે છે અથવા ક્રિપ્ટોકરન્સીમાં ડીલ કરે તે આ શ્રેણીમાં અવશે. આ તમામ લોકોને કેસમાં દોષિત ગણાવી 10 વર્ષની જેલની સજા મળી છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધ હટાવ્યો છે