ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની વધુ એક શર્મસાર ઘટના, ભારતીય ખેલાડીઓને ગંદી ગાળો આપી-જાતિવાદી ટિપ્પણી કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા (Ind vs Aus) વચ્ચે સિડનીમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટ મેચ (Sydney Test) દરમિયાન એક શર્મનાક ઘટના સામે આવી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ દરમિયાન અમુક દર્શકોએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)પર જાતિવાદી ટિપ્પણી કરી છે. આ ઘટના બાદ ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં નશામાં ધૂત અમુક દર્શકોએ મોહમ્મદ સિરાજને ગંદી ગાળો આપી હતી.

કેપ્ટન અંજિક્ય રહાણેએ એમ્પાયરો સાથે વાત કરી ફરિયાદ કરી હતી. પણ હવે ત્રીજા દિવસે રમત ખતમ થયા બાદ ટીમ ઈન્ડિયાએ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ટીમના સુત્રોએ જણાવ્યું કે, નશામાં ધૂત અમુક દર્શકોએ મોહમ્મદ સિરાજ પર જાતિવાદી ટિપ્પણી અને ગંદી ગાળો આપી હતી. ટીમના સુત્રોએ જણાવ્યું કે, દર્શકોની કોમેન્ટ ખુબ જ અપમાનજનક હતી. ફક્ત સિરાજ જ નહીં પણ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહને પણ ઓસ્ટ્રેલિયાઈ દર્શકોએ ગાળો આપી હતી.

ઓસ્ટ્રેલિયાઈ અખબાર ડેઈલી ટેલિગ્રાફ મુજબ ભારતીય ડ્રેસિંગ રૂમની બહાર ટીમ ઈન્ડિયાના અધિકારી, ICC અને સ્ટેડિયમ સુરક્ષા અધિકારીઓની સાથે વાતચીત કરતાં જોવા મળ્યા હતા. આ વાતચીત દરમિયાન જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પણ સામેલ હતા. ખબરો મુજબ સિરાજ અને બુમરાહને છેલ્લા બે દિવસોમાં નશામાં ધૂત દર્શક ગાળો આપી રહ્યા છે. કેપ્ટન રહાણેએ કહ્યું કે, રેન્ડવિક એન્ડ પર બેસેલાં એક દર્શકે સિરાજને ગાળો આપી જ્યારે તે ફાઈન લેગ બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here