રાજપીપળા સિવિલ હોસ્પિટલના 100 જેટલાં કોરોના વોરીયર્સને બે મહીનાથી પગાર નહીં મળતાં હડતાળની ચિમકી ઉચ્ચારી છે.આ બાબતને લઈ આઉટ સોર્સિંગ કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે.એજન્સી સંચાલકોના ઉડાઉ જવાબોથી વાજ આવેલા હેલ્થ વર્કરો, સ્વીપર સહીત વહીવટી સ્ટાફે પગાર નહીં તો કામ નહીંનુ અલ્ટીમેટમ આપ્યું હતુ.વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here