મોદી સરકાર ફરી એક વખત સસ્તું સોનુ વેચવા જઈ રહી છે. જો તમે પણ સોનામાં રોકાણ કરવા માગો છો તો 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી તમારી પાસે એક શ્રેષ્ઠ તક છે. સોવરેન ગોલ્ડ બોન્ડ (સ્વર્ણ બાંડ) માટે સોનાની કિંમત 5,104 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે એક નિવેદનમાં એ જાણકારી આપી છે. જણાવી દઈએ કે, આ ગોલ્ડ ફિજિકલ રૂપમાં મળશે નહી.
આ રીતે નક્કી થશે કિંમત
સોવરેન સ્વર્ણ બોન્ડ કિંમત 2020-21 એક્સ શ્રૃંખલા ખરીદી માટે 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2021 સુધી ખુલશે. રિઝર્વ બેન્કે કહ્યું કે, ‘બોન્ડનું મૂલ્ય 5.104’ રૂપિયા પ્રતિ ગ્રામના સ્તર પર બેસે છે. બોન્ડનું મૂલ્ય, ખરીદ સમયગાળો (6-8 જાન્યુઆરી 2021) ના પહેલા ત્રણ બિઝનેસ દિવસોમાં 999 ટકા શુદ્ધતાવાળા સરળ સરેરાશ બંધ મૂલ્ય પર આધારિત છે.
50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ
કેન્દ્રીય બેન્કે આગળ કહ્યું છે કે, સરકારે RBI ના પરામર્શથી ઓનલાઈન અરજી કરનાર રોકાણકારોને આ મૂલ્ય પર 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમાં અરજીઓ માટે ચૂકવણી ‘ડિજિટલ મોડના માધ્યમથી કરવામાં આવવાની છે. કેન્દ્રીય બેન્કે કહ્યું, આવા રોકાણકારો માટે સ્વર્ણ બોન્ડની કિંમત 5,054 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.
સોનાની હાજર માંગને ઓછો કરવાનો
આ પહેલા નવમી શ્રૃંખલાના સ્વર્ણ બોન્ડ માટે 5 હજાર રૂપિયા પ્રતિ ગ્રામન ભાવ રાખવામાં આવ્યો હતો. આ નિર્ગમ 28 ડિસેમ્બર 2020 થી 1 જાન્યુઆરી 2021 સુધી ખુલ્યું હતું. સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના નંવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સોનાની હાજર માંગને ઓછો કરવાનો હતો અને સોનાની ખરીદી માટે વપરાશ કરવામાં આવનાર ઘરેલૂ બચતના એક ભાગને નાણાકિય બચતમાં તબ્દીલ કરવા માટે કરવામાં આવ્યો હતો.
અહીંયાથી ખરીદી શકો છો ગોલ્ડ બ્રાંડ
SGB ની દરેક અરજીની સાથે રોકાણકાર PAN જરૂરી છે. સ્વર્ણ બોન્ડ બેન્ક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈંડિયા (SHCIL), નામિત પોસ્ટઓફિસ અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જના માધ્યમથી વહેંચવામાં આવશે.