ગાંધીનગરમાં આવેલા માધવસિંહ સોલંકીના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા નેતાઓનો ધસારો જોવા મળ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ, પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પહોંચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત ગાંધીનગર મનપાના ડેપ્યુટી મેયર નાજાભાઈ પહોંચ્યા હતા. સી.આર.પાટીલે માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલી પાઠવી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના નિધનના પગલે સીએમ વિજય રૂપાણીએ તાત્કાલિક કેબિનેટ બેઠક યોજી હતી. કેબિનેટ બેઠકમાં માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. તેમજ કિસાન સંઘની રચના કરનારા જીવણભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

માધવસિંહ

મુખ્યપ્રધાન રૂપાણીએ માધવસિંહ સોલંકીના નિધન બદલ એક દિવસનો શોક જાહેર કર્યો છે. સાથે જ આજના તેમના મહીસાગર જિલ્લાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. માધવસિંહ સોલંકીના નિધનથી રાજ્યમાં એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજરીય સન્માન સાથે કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here