બદલાતી ઋતુમાં સ્કિન એલર્જીની સમસ્યા થવી સામાન્ય છે. પરંતુ આ પરેશાની જ્યારે વ્યક્તિને એક વખત ચપેટમાં લઇ લે છે તો જલ્દી પીછો છોડવાનું નામ લેતી નથી. દવાઓનું સેવન કર્યા બાદ પણ એલર્જીની સમસ્યા વારંવાર થતી રહે છે. પ્રદુષણ કે ખાવામાં ભેળસેળના કારણે આજકાલ લોકોમાં એલર્જીની સમસ્યા વધી રહી છે. જેમા સ્કિન એલર્જી પણ એક છે. સ્કિન એલર્જી થવાનું કારણ ત્વચાનું લાલ થવું અને ખંજવાળ જેવી પરેશાની થઇ જાય છે. જે ધીમે-ધીમે ચામડીના રોગનું કારણ પણ બની શકે છે. એવામાં કેટલાક સહેલા ઘરેલું નુસખા અજમાવીને સ્કિન એલર્જીની સમસ્યાથી હંમેશા માટે છૂટકારો મેળવી શકાય છે.

એલર્જીનું કારણ

ઋતુમાં બદલાવ
ધૂળ માટીના કણોનું કારણ
કોઇ ખોરાકના કારણે
ડ્રાય સ્કિનથી એલર્જી
જીવ-જંતુના કરડવાથી

એલર્જીના લક્ષણ

ત્વચા પર લાલ ધબ્બા પડવા
ખંજવાળ આવવી
ફુલ્લીના લાલ દાણા થવા
જ્વલન થવી
ત્વચામાં ખેંચાણ થવું
ચાંદા પડવા
ઘરેલું ઉપચાર

એલોવેરા

એલોવેરા જેલ અને કાચી કેરીના પલ્પને મિક્સ કરીને ત્વચા પર લગાવો. આ લેપને લગાવવાથી ત્વચા પરની જ્વલન, ખંજવાળ અને સૂજનથી રાહત મળે છે.

વધારે પાણી પીવું

સ્કિન એલર્જી થવા પર તમારા શરીરને વધારેથી વધારે હાઇડ્રેટ રાખો તેના માટે એક દિવસ ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી જરૂરથી પીઓ. વધારે પાણીનું સેવન તમને સનબર્ન અને ફ્લૂથી બચાવશે.

કપૂર અને નારિયેળ તેલ

કપૂરને પીસીને તેમા નારિયેળ તેલ મિક્સ કરો. તે બાદ તેને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવી લો. દિવસમાં ઓછામાં ઓછા 2 વખત આ મિશ્રણને લગાવવાથી તમારી એલર્જીની સમસ્યા દૂર થઇ જશે.

લીમડો

એન્ટી બેક્ટેરિયઅલ અને એન્ટી ઇફ્લેમેટરી ગુણથી ભરપૂર લીમડો એલર્જીની સમસ્યાને દૂર કરવામાં રામબાણ ઇલાજ છે. તેના માટે લીમડાના પાનને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે તેની પેસ્ટ બનાવીને લગાવો. મિનિટોમાં સ્કિન એલર્જી ગાયબ થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here