સોમનાથ ટ્રસ્ટના (SOMNATH TRUST) નવા ચેરમેનની પંસદગી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, (PM NARENDRA MODI) ગૃહપ્રધાન અમિત શાહની (AMIT SHAH) ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાશે. આ બેઠકમાં કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેનપદની જગ્યાએ નવા ચેરમેનનની પંસદગી કરવામાં આવશે. વરચ્યુલ સ્વરૂપે મળનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને હર્ષવર્ધન નિવેટીયામાંથી કોઈ એકની ટ્રસ્ટના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી શકે છે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં કેશુભાઈ પટેલના નિધન અંગે શોકદર્શક ઉલ્લેખ કરતો ઠરાવ પસાર થઈ શકે છે. બેઠકમાં મંદિરના શિખર ઉપર લગાવવાના સોનાના કળશ, મ્યુઝિયમ અને અન્ય પ્રકલ્પોના આગામી આયોજનની પણ કરાશે ચર્ચા. હાલ સોમનાથ ટ્રસ્ટની સંપત્તિ 321.09 કરોડની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here