બાળકોનાં ભણતરથી લઈને તેમના લગ્નો સુધી માટે સારા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન લેવા બહુજ જરૂરી છે. કારણકે, તેના દ્વારા તમે ભવિષ્યની જરૂરિયાતોને પુરી કરી શકો છો. જો તમે પણ લોંગ ટર્મમાં રોકાણ કરવાનો ઓપ્શન શોધી રહ્યા છો તો પબ્લિક પ્રોવિડંટ ફંડ (PPF) કારગર સાબિત થઈ શકે છે. તે રિટાયરમેન્ટ બાદ પણ તમને રેગ્યુલર ઈનકમ સોર્સ પ્રોવાઈડ કરી શકે છે. તો શું છે સ્કીમ અને કેવી રીતે તેમાં કરી શકો છો રોકાણ જાણો ડિટેલમાં.
15 વર્ષ માટે પ્લાન
PPF લોંગ ટર્મ રોકાણ માટે સારો વિકલ્પ છે. તેમાં લગભગ 7.1 ટકા સુધીનું વ્યાજ મળે છે. તેનો મેચ્યોરિટી સમયગાળો 15 વર્ષનો છે. જોકે, તેને 5-5 વર્ષ માટે આગળ વધારી શકાય છે. તેના વિસ્તાર માટે ફોર્મ એચ જમા કરાવવાનું રહેશે. તેમાં ઈનકમ ટેક્સ છૂટ પણ મળે છે. સેલ્ફ એમ્પલોઈડ પ્રોફેશનલની કેટેગરીમાં ન આવતા કર્મચારીઓ માટે પીપીએફ રોકાણ સૌથી સારો વિકલ્પ છે.
PPFમાં કેવી રીતે કરશો રોકાણ
જો કોઈ વ્યક્તિ 25થી 30 વર્ષની ઉંમરમાં રોકાણ કરે છે. તો તે દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરે છે. એવામાં 15 વર્ષ પુરા થવા પર તેને આગળ વધારીને 25 વર્ષ માટે કરી શકાય છે. તો તેણે કુલ 55.68 લાખ રૂપિયા જમા કર્યા, જો તેની પર 7.1 ટકા વ્યાજ જોડી દેવામાં આવે તો મેચ્યોરિટી પર વ્યક્તિને લગભગ 1 કરોડ રૂપિયા મળશે.