ભારતીય શેરબજારે આજે ઈતિહાસ રચ્યો છે. આજનો દિવસ રોકાણકારો માટે સૌથી મોટો શાનદાર રહ્યો છે. આજે ઘરેલુ શેર બજાર ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચ્યો છે. અને સેન્સેક્સ પ્રથમ વખત 49000નો રેકોર્ડ પાર કર્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ 250ના આંકની ઉંચાઈ પર ખુલ્યો છે. અને 49,000ના ઉપર ઓપનિંગ થઈ છે. આજે રોકાણકારો માટે ખુશીનો દિવસ છે.આજે પ્રી-ઓપનિંગમાં જ સેંસેક્સ 49,000ની ઉપર જઇ પહોંચ્યુ હતુ અને તેનાથી સ્પષ્ટ હતુ કે માર્કેટનુ ઓપનિંગ 49,000ની ઉપર થશે. કોરોના વેક્સીનને લઇને આવેલી મોટી ખબરના પગલે શેર બજારનુ સેંટીમેંટ સારુ છે અ રોકાણકાર સતત ખરીદી કરી રહ્યાં છે. તેના દમ પર સ્ટોક માર્કેટ ઉડાન ભરી રહ્યુ છે.
કોરોના વેક્સીનને લઇને આવેલી મોટી ખબરના પગલે શેર બજારનુ સેંટીમેંટ

બજાર ખુલતાની સાથે જ 250ના આંકની ઉંચાઈ પર ખુલ્યો
કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થઈ ગઈ છે. આઈટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ દ્વારા અપેક્ષાથી સાધારણ પરિણામ જાહેર કર્યા છતાં ગત સપ્તાહના અંતે ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીનું તોફાન આગળ વધારતાં રહીને ટૂંકાગાળાના કરેકશન બાદ અસાધારણ તોફાન મચાવ્યું છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વૈશ્વિક અને ઘર આંગણે ઘણા નેગેટીવ પરિબળો છતાં ખરીદી ચાલુ રહી છે. કોરોના સંક્રમણના નવા દોરમાં યુ.કે. સહિત યુરોપના દેશોમાં સંકટ વધી રહ્યું હોઈ એક તરફ વૈશ્વિક આર્થિક સંકટ ઘેરાવાની ચિંતા છે, તો બીજી તરફ ફોરેન ફંડોની ભારતીય બજારોમાં અવિરત ખરીદી આશ્ચર્ય ઉપજાવી રહી છે.
આજનો દિવસ રોકાણકારો માટે સૌથી મોટો શાનદાર રહ્યો
નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આગામી રજૂ થનારા અપેક્ષિત ઐતિહાસિક કેન્દ્રિય બજેટમાં આશ્ચર્યજનક પ્રોત્સાહનો જાહેર કરતી જોગવાઈઓ દાખલ થવાના સંકેતે પણ ફંડોએ શેરોમાં અવિરત ખરીદી વધારી છે. જેથી હવે બજેટની તૈયારી વચ્ચે શેરોમાં થઈ રહેલા તેજીના આ અતિરેકમાં અત્યંત સાવચેત થઈ જવું સલાહભર્યું છે. બજેટ અત્યંત સારૂ આવશે તો પણ શેરોમાં એ ઉછાળે ફંડો ઓફલોડિંગની તક ઝડપી ઓવરબોટ પોઝિશન હળવી કરશે.

ફોરેન ફંડોએ એક તરફ શેરોમાં અવિરત રોજબરોજ મોટી ખરીદી કરી રહ્યા છે, પરંતુ લોકલ ફંડોનું વનસાઈડ રોજ બરોજ સેલીંગ થઈ રહ્યું છે. જેથી અત્યારે તેજીનો હવે અતિરેક થઈ રહ્યો છે. કંપનીઓના ફંડામેન્ટલને ધ્યાનમાં લીધા વિના ઈન્વેસ્ટરો રહી ગયાના અફસોસમાં હવે બજારમાં દોડી આવવા લાગ્યા છે. અત્યારે કમાણી માટેના પોતપોતાના બિઝનેસોમાં ઘણાને સૂનકાર જોવાઈ રહ્યો હોઈ ગામ ઘર બેઠાં શેરોમાં લખલૂંટ કમાણી કરવાની દોટ મૂકી રહ્યા છે.

ફરી ફરીને અહીંથી કહેવાનું કે તેજીની આ દોટમાં આંખ મીંચીને ઝુંકાવશો નહીં. આ રેકોર્ડ તેજીના બજારમાં ફંડામેન્ટલ વિનાની કંપનીઓના શેરોમાં મળ્યા ભાવે લાવલાવ કરીને ફસાવાથી બચજો. લેભાગુઓ નબળી કંપનીઓના પેન્ની શેરોમાં રોકાણકારોને ફસાવવસક્રિય બની ગયા છે, તેમની જાળમાં ફસાશો નહીં. બજેટની તૈયારી વચ્ચે શેરોમાં પણ અવિરત વિક્રમી તેજીના આ તોફાનમાં નવી મોટી ખરીદી કરવાથી દૂર રહીને શેરોમાં હળવા થવાનું અને નફો ઘરભેગો કરવાનું સલાહભર્યું છે.
ઈન્ફોસીસ, વિપ્રોના ૧૩,જાન્યુઆરી, એચસીએલ ટેકનોલોજીના ૧૫,જાન્યુઆરીના રિઝલ્ટ પર નજર
કોર્પોરેટ પરિણામોની સીઝનમાં હવે આગામી સપ્તાહમાં ૧૩ જાન્યુઆરીના ઈન્ફોસીસ અને વિપ્રોના જાહેર થનારા પરિણામ અને ૧૫,જાન્યુઆરીના એચસીએલ ટેકનોલોજીસના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. વૈશ્વિક મોરચે કોરોનાના નવા સ્વરૂપને લઈ વધતી ચિંતા વચ્ચે કેસોની સંખ્યામાં વધારા પર નજર રહેશે.

આ સાથે ચાઈના અને અમેરિકાના ડિસેમ્બર મહિનાના ફુગાવાના જાહેર થનારા આંક પર નજર રહેશે. જ્યારે વૈશ્વિક મોરચે અમેરિકી ડોલર સામે વિવિધ ચલણોની સાથે ભારતીય રૂપિયાના મૂલ્યમાં અફડાતફડી અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર નજર રહેશે. આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૪૯,૫૫૫ થી ૪૮,૧૧૧ અને નિફટી ૧૪,૫૫૫ થી ૧૪,૧૧૧ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા છે.