જાપાનમાં કોરોના વાયરસનો એક નવો સ્ટ્રેન મળી આવ્યો છે. બ્રાઝીલથી જાપાન પહોંચેલા યાત્રીઓમાં આ સ્ટ્રેન મળી આવ્યો છે. આ સ્ટ્રેન દક્ષિણ આફ્રીકા અને બ્રિટેનમાં મળી આવેલા મોટાભાગના સંક્રામક સ્ટ્રેનથી અલગ છે. જાપાની સ્ટ્રેન વિશે વધુ જાણકારી એકઠી કરવા માટે વૈજ્ઞાનિકોએ સ્ટડી શરૂ કરી દીધી છે.

કોરોના

બ્રાઝીલથી આવેલા ચાર લોકોમાં નવા સ્ટ્રેન મળ્યા

એક રિપોર્ટ અનુસાર, જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે બ્રાઝીલથી આવેલા ચાર લોકોમાં નવા સ્ટ્રેન મળ્યા છે. જાપાને બ્રાઝીલને નવા સ્ટ્રેન વિશે જણાવી દીધુ છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પણ જાણકારી મોકલી દીધી છે.

જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવુ છે કે નવો સ્ટ્રેન વધુ સંક્રામક છે કે નહી. તે જાણવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવુ છે કે જાપાનથી તેમને જાણવા મળ્યું છે કે કોરોનાના નવા સ્ટ્રેનમાં 12 મ્યૂટેશન છે. તેમાં એક મ્યૂટેશન, બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મેળવવામાં આવેલા નવા કોરોના વાયરસ જેવો છે. તે શક્ય છે કે જાપાની સ્ટ્રેન પણ વધુ સંક્રામક હોય.

કોરોના

ચારેય યાત્રીઓને એરપોર્ટ પર જ ક્વોરન્ટાઇન કરાયા

બે જાન્યુઆરીએ ટોક્યો એરપોર્ટ પર બ્રાઝીલથી આવેલા એક પુરુષ યાત્રીને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી, જ્યારે એક મહિલા યાત્રીને માથાનો દુખાવો અને ગળામાં તકલીફ થઇ રહી હતી. સાથે જ ત્રીજા યાત્રીને તાવ હતો. ચાર લોકોમાં ફક્ત એકમાં કોઇ લક્ષણ ન હતુ. ચારેય યાત્રીઓને એરપોર્ટ પર જ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

કોરોના વાયરસના કેસ વધ્યા બાદ ગુરુવારે જાપાને રાજધાની ટોક્યો અને આસપાસના ચાર પ્રાન્તોમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી હતી. જાપાનમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 2 લાખ 89 હજારથી વધુ થઇ ચુકી છે અને આશરે 4,060 લોકોના દેશમાં કોરોનાથી મોત થઇ ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here