આર્સેનલ મીત્તલ ગુ્રપ દ્વારા એસ્સાર સ્ટીલ પ્લાન્ટ હસ્તગત કર્યા બાદ સરકારમાં રજૂઆત કરીને વન વિભાગની અગાઉ એસ્સાર દ્વારા દબાણ કરાયેલી 72 હેક્ટર જમીનનું કોઈ પ્રીમીયમ ચૂકવવાની તૈયારી નથી. એટલું જ નહીં આ જમીન હવે એસ્સાર જે દબાણ સામે રકમ ચૂકવી હતી તે રકમમાં લઈ લેવાની સરકાર સમક્ષ રજૂઆત કરતાં સરકાર પણ મુંઝવણમાં મૂકાઈ ગઈ છે. કારણ કે એસ્સાર દ્વારા 2010-11માં 127 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. આર્સેનલ મીત્તલ ગ્રૂપ હવે આ રકમ એસ્સારે ચૂકવી દીધી હોઈ એટલે અમારે વધારાની કોઈ પ્રીમીયમની રકમ ચૂકવવાની થતી નથી કેવું કહીને કરોડોની પ્રીમીયમની રકમ માફ કરવા સરકારમાં દબાણ વધાર્યું છે.

આર્સેનલ મિત્તલ ગ્રૂપ પર રૂપાણી સરકાર મહેરબાન

પ્રીમીયમની રકમ માફ કરવી કે નવેસરથી પ્રીમીયમ ગણવું તે મુદ્દો હવે સરકાર માટે ગળામાં ફસાયેલા હાડકા સમાન બની ગયો છે. અલબત્ત આ રીતે અગાઉ એસ્સાર દ્વારા હજીરામાં દબાણ કરાયેલી 72.62 હેક્ટર જમીનના પ્રીમીયમનો વિવાદ ઉભો થયો છે. વન વિભાગની અંદાજિત 72.62 હેક્ટર જમીન સામે એસ્સાર દ્વારા માર્ચ- 2010માં વાણિજ્ય હેતુ માટે જમીનનું દબાણ નિયમિત કરવા માટે સરકારમાં 127 કરોડ જમા કરાવવામાં આવ્યા હતા.

જમીનનું દબાણ નિયમિત કરવા માટે સરકારમાં 127 કરોડ જમા કરાવવામાં આવ્યા

જોકે 27-10-2014માં આ જમીનનું સુરત જિલ્લા મૂલ્યાંકન સમિતિ દ્વારા પ્રતિ ચો.મી. દીઠ 16,520 જેટલું પ્રીમીયમ નવેસરથી નક્કી કરીને કંપનીને તે ભરવા જણાવવામાં આવ્યું હતું. જમીનના ચોમી સામે આ પ્રીમીયમ ગણતા તે રકમ 1189 કરોડ થવા જાય છે. તેના પર ડબલ પેનલ્ટી ગણતા આ રકમ 2440 સુધી પહોંચી જાય છે. મહેસુલ વિભાગ દ્વારા સરકાર સમક્ષ રજુ કરાયેલી નોંધ મુજબ 2014માં ગણાયેલું 16520નું પ્રીમીયમ અને તેના પર વ્યાજ લેવું કે કેમ ? અથવા તો પછી હાલની જમીનનું દબાણ નિયમિત કરવા માટે સરકારમાં 127 કરોડ જમા કરાવવામાં આવ્યા? તે મુદ્દે સરકારનું માર્ગદર્શન માગ્યું છે.

પ્રીમીયમ માફ કરવું કે કેમ ? તે મુદ્દે રૂપાણી સરકાર હજુ સુધી કોઈ આખરી નિર્ણય લઈ શકી નથી. જોકે પ્રીમીયમ માફ કરવાનું થાય તો 2014ની ગણતરી મુજબ સરકારને પ્રીમીયમ તેમજ તેના પર પેનલ્ટી ગણતાં અંદાજિત 2440 કરોડનું મસમોટું નુકસાન થાય તેમ છે. આજે 2021 ચાલી રહી છે એટલે જમીનની કિંમતમાં વધારો ગણતા નવેસરથી પ્રીમીયમ ગણવું કે કેમ ? તે મુદ્દે મહેસુલ વિભાગ લેખીત નોંધમાં સરકારનો અભિપ્રાય માગ્યો છે. જો નવેસરથી પ્રીમીયમ ગણાય તો તે રકમ તો 2,440 કરોડ કરતાં પણ વધી જાય તેમ છે.બીજી તરફ આર્સેનલ મીત્તલ દ્વારા સરકાર સમક્ષ 35,000 કરોડની રોકાણની મોટી ખાતરી આપીને હવે સરકાર જમીન પાણીના ભાવે લઈ લેવા પેરવી કરાઈ રહી છે.

આર્સેનલ મીત્તલ દ્વારા સરકાર સમક્ષ 35,000 કરોડની રોકાણની મોટી ખાતરી આપીને

ખાસ કરીને સરકાર સમક્ષ કંપની દ્વારા એવી લેખીત રજૂઆત કરાઈ છે કે હવે એસ્સાર દ્વારા હજીરામાં વન વિભાગની દબાણવાળી 72.62 હેકટર જમીનના મામલે એસ્સારે જે 127 કરોડ ચૂકવી દીધા છે તે ઉપરાંત અમારે કોઈ પ્રીમીયમ ચૂકવવાનું રહેતું નથી. સરકારે 2006ની સ્થિતિએ આ રકમ નક્કી કરીને એસ્સાર દ્વારા 2010-11માં જે રકમ ચૂકવી દીધી છે, તે રકમ માન્ય રાખવી જોઈએ.

સરકાર સમક્ષ આર્સેનલ મીત્તલ ગુ્રપ દ્વારા હજીરા પાસેની વધારાની 319.86 હેક્ટર જમીની માંગણી કરી છે. અથવા તો જેમાં દબાણ છે જમીન નિયમિત કરી દેવા પણ રજૂઆત કરી છે. આ જમીન પૈકી મહેસુલ વિભાગ હસ્તકની 124.10 હેક્ટર, વન વિભાગ હસ્તકની 175 હેક્ટર અને વન વિભાગની અન્ય 20.76 હેક્ટર જમીનનો સમાવેશ થાય છે. આ જમીનનું મૂલ્યાંકન પણ 5000 કરોડ કરતાં વધારે થાય તેમ છે. આ અંગે વહીવટી વિભાગ દ્વારા અમુક ચોક્કસ અધિકારીઓ મીત્તલની તરફેણ કરી સસ્તામાં જમીન આપવાની તજવીજ કરાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here