World Health Organisation (WHO) એ તેના એક નકશામાં જમ્મુ અને કાશ્મિરની સાથે-સાથે લદ્દાખને ભારતથી અલગ બતાવ્યું છે. આ કલર કોડેડ નકશો WHO ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.ભારતીય ભાગને વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યો છે, જ્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ગ્રે રંગથી ચિહ્નિત કરાયા છે. વૈશ્વિક સંસ્થાનાં આ નકશા અંગે બ્રિટનમાં ભારતીય મુળનાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

નકશામાં દેશને બે નવા કેન્દ્રશાસિત પ્રદેશને ગ્રે રંગમાં બતાવાયા
નકશામાં દેશને બે નવા કેન્દ્રશાસિત પ્રદેશને ગ્રે રંગમાં બતાવાયા છે, જ્યારે ભારતને અલગથી વાદળી રંગવાળા ભાગમાં બતાવાયું છે, ત્યાં જ અક્સાઇ ચીનનો વિવાદિત ભાગ ગ્રે રંગમાં બતાવાયો છે, જેનાં પર વાદળી રંગનાં પટ્ટા છે.
લંડનમાં રહેતા આઇટી કંસલ્ટન્ટ પંકજની નજર સૌથી પહેલા આ નકશા પર પડી, તેમનાં જણાવ્યા મુજબ WhatsApp ગૃપ પર તેને શેઅર કરવામાં આવ્યો હતો.
જમ્મુ કાશ્મિર અને લદ્દાખને બીજા રંગમાં જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત બની ગયા, આ કરતુત ચીનનાં હોઇ શકે કારણ કે તે WHOને સૌથી વધુ ફંડ આપે છે. અને તેથી ચીનનો WHO પર પ્રભાવ પણ ઘણો છે.